NCPના નેતાઓ સાથે બેસતાં જ વૉમિટ જેવું થાય છે....' શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ, વૉર્નિંગ મળી

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Tanaji Sawant


Tanaji Sawant: મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, 'હું ક્યારેય એનસીપી સાથે જોડાયો નથી. આટલું જ નહિ તેમણે એમ પણ કહ્યું હતું કે NCP સાથે બેસી રહેવાથી જ મારા શરીરમાં વિચિત્ર હલચલ થવા લાગે છે.' હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના આ નિવેદનને લઈને મહાયુતિમાં નવો વિવાદ શરૂ થઈ શકે છે.

તાનાજી સાવંતે શું કહ્યું?

ધારાશિવમાં એક બેઠક દરમિયાન તાનાજી સાવંતે કહ્યું, 'હું એક કટ્ટર શિવસૈનિક છું. કોઈપણ જે કટ્ટર શિવસૈનિક છે તે ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે નહીં. શરૂઆતથી આજ સુધી એનસીપીની માત્ર સાથે બેસી રહેવાથી જ મને અસ્વસ્થતા અનુભવવા લાગી છે. અમારા બંનેના વિચારો અલગ હોવાથી હું શરૂઆતથી જ સહન કરી શકતો નથી, તેમાં કોઈ શંકા નથી. આજે પણ જ્યારે હું કેબિનેટની બેઠકમાં હાજરી આપું છું ત્યારે તેમાંથી બહાર આવ્યા પછી મને વૉમિટ જેવું થાય છે અને આ વાસ્તવિકતા છે કારણ કે વિચાર ક્યારેય એક દિવસમાં અચાનક બદલાઈ શકતા નથી. એવું નથી કે તમે હંમેશા અલગ રહો અને અચાનક કહો કે બધું જ કહી દો અને ચાલો સાથે મળીને કામ કરીએ...આવું ન થઈ શકે. આ જ હકીકત છે.'

આ પણ વાંચો: 'પગે પડીને માફી માગવા તૈયાર...' શિવાજીની પ્રતિમા ધરાશાયી થતાં મહારાષ્ટ્ર સરકાર કેમ ડરી?

એનસીપી આક્રમક બની

એનસીપીએ આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસેથી જવાબ પણ માંગ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જૂથના એમએલસી અમોલ મિતકારીએ કહ્યું હતું કે, 'તાનાજી સાવંતને ખબર નહી કેમ વૉમિટ જેવું થાય છે. તાનાજી આરોગ્ય મંત્રી છે અને તેમના સ્વાસ્થ્યને તેની સાથે કંઈક લેવાદેવા હોઈ શકે છે. પરંતુ મહાયુતિમાં હોવાને કારણે તેમને ઉબકા આવે છે, તો આનું કારણ શું શું હોઈ શકે તે એકનાથ શિંદે જ કહી શકે છે.'

NCPના નેતાઓ સાથે બેસતાં જ વૉમિટ જેવું થાય છે....' શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ, વૉર્નિંગ મળી 2 - image


Google NewsGoogle News