Get The App

ભાજપની નવી ફોર્મ્યૂલાથી એકનાથ શિંદે ટેન્શનમાં, ચૂંટણી જીતે તોય નહીં મળે મુખ્યમંત્રી પદ!

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ભાજપની નવી ફોર્મ્યૂલાથી એકનાથ શિંદે ટેન્શનમાં, ચૂંટણી જીતે તોય નહીં મળે મુખ્યમંત્રી પદ! 1 - image


Maharashtra Assembly Elections 2024 | મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાથી પક્ષોને તેમની ઈચ્છા મુજબ બેઠકો આપીને ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી સમયમાં જ્યારે તે સત્તામાં આવશે ત્યારે મુખ્યમંત્રી તો સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષનો જ હશે. 

ભાજપ તરફથી કોણ દાવેદાર? 

એ પણ સ્પષ્ટ છે કે ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ દાવેદાર રહેશે. ભાજપ અને મહાયુતિ ગઠબંધનના અન્ય પક્ષોએ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ચહેરાની હજુ જાહેરાત કરી નથી, પરંતુ શિવસેનાના નેતા અને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ગઠબંધનમાં જ હાલ તો ચૂંટણી લડવામાં આવી રહી છે.

અમિત શાહે કરી હતી મેરેથોન બેઠક! 

બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને એનસીપીના નેતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને ભાજપના નેતા ફડણવીસ સાથે લાંબી ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભાજપ રાજ્યમાં વધુ બેઠકો પર ચૂંટણી લડી રરહ્યો છે અને વધુ બેઠકો જીતવાની અપેક્ષા છે, તેથી ભાજપે સંકેતો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે ગઠબંધન સરકારમાં તેમનો જ મુખ્યમંત્રી રહેશે. ફડણવીસના નેતૃત્વમાં ભાજપ ચૂંટણી મેદાનમાં હોવાથી અગાઉ પણ મુખ્યમંત્રી રહી ચુકેલા ફડણવીસ ગઠબંધનની જીત બાદ ફરીથી મુખ્યમંત્રી બની શકે તેવી ચર્ચા છે.

અંતિમ નિર્ણય ચૂંટણી બાદ થશે 

જોકે ચૂંટણી બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ફોર્મ્યૂલાના કારણે બંને સાથી પક્ષોએ વધુ બેઠકોની માંગણી કરી છે. જો ભાજપનું પ્રદર્શન ખરાબ રહેશે અને તે ઓછી બેઠકો જીતશે, તો સાથી પક્ષો પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકશે. જો કે આમાં એક વાત છોડી દેવામાં આવી છે કે ચૂંટણી પછીની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઠબંધન એવો નિર્ણય લેશે, જે દરેકને સ્વીકાર્ય હશે.

ભાજપની નવી ફોર્મ્યૂલાથી એકનાથ શિંદે ટેન્શનમાં, ચૂંટણી જીતે તોય નહીં મળે મુખ્યમંત્રી પદ! 2 - image




Google NewsGoogle News