Get The App

'હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી...', મહારાષ્ટ્રની ચૂંટણી વચ્ચે એકનાથ શિંદેનું મોટું નિવેદન

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
Eknath Shinde


Eknath Shinde on Race for The Post of CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહાયુતિની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 'હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પરંતુ એ પણ નિશ્ચિત છે કે સીએમ મહાયુતિના જ હશે.' 

શિંદેએ અજિત પવારને લઈને પણ આપ્યું મોટું નિવેદન 

શિંદેએ અજિત પવારને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. અજિત પવાર અંગે શિંદેએ કહ્યું કે તેઓ મહાયુતિ ગઠબંધનમાં નબળી કડી સાબિત થશે નહીં. 

રાહુલ ગાંધીને શિંદેએ કર્યો ચેલેન્જ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં રાહુલ ગાંધીને ચેલેન્જ કરતા કહ્યું હતું કે તેઓ બાલાસાહેબ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહે. આ જ બાબત પર સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બાલા સાહેબ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહીને બતાવો. અમે બાલાસાહેબ ઠાકરેના સૈનિક છીએ.

ઉદ્ધવ ઠાકરે પર પણ સાધ્યું નિશાન 

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધતા કહ્યું કે જો બાલાસાહેબ ત્યાં હોત તો તેમણે ઉદ્ધવને જંગલમાં જઈને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરવાનું કહ્યું હોત.' 

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેએ બાલાસાહેબના વિચારો છોડી દીધા છે અને શિવસેનાનું ધનુષ અને તીર કોંગ્રેસના ગળામાં બાંધી દીધું છે. બાલાસાહેબને બદનામ કરનાર કોંગ્રેસની સાથે તેમણે હાથ મિલાવ્યો છે.' 

આ પણ વાંચો: પેજ પ્રમુખની જેમ જ હવે ભાજપ કાર્યકરોને મળશે 'વોટ્સએપ પ્રમુખ'નું પદ, જાણો શું હશે જવાબદારી

ઉદ્ધવ ઠાકરે ભાજપની પીઠમાં છરો ભોંક્યો

એકનાથ શિંદેએ કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે પોતે માત્ર સ્વાર્થ અને મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે અમારા વિના સરકાર નહીં બને. ઉદ્ધવ ઠાકરેએ ભાજપની પીઠ પાછળ વાર કર્યો હતો. અમે રૂલીંગ પાર્ટી છોડીને 50 લોકોને અમારી સાથે લઈ ગયા હતા, આ એક સાહસિક કામ હતું. અમે સ્પષ્ટ કહ્યું કે અમે ભાજપ સાથે ચૂંટણી લડ્યા છીએ અને જીત્યા છીએ, તેથી તેમની સાથે સરકાર પણ બનાવવી જોઈએ, પરંતુ એવું થયું નહીં.'

'હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી...',  મહારાષ્ટ્રની ચૂંટણી વચ્ચે એકનાથ શિંદેનું મોટું નિવેદન 2 - image



Google NewsGoogle News