Get The App

મહારાષ્ટ્રમાં મહાભારતઃ શિંદે સરકારમાં રહેશે કે નહીં તે હજુ પણ સ્પષ્ટ નહીં, આપ્યું ચોંકાવનારું નિવેદન

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
Eknath Shinde


Maharashtra DCM Shinde: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું સસ્પેન્સ દૂર થયુ છે. ડેપ્યુટી સીએમની કમાન પણ અજિત પવાર અને એકનાથ શિંદે સંભાળશે તેવી જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં ફરી અસમંજસભર્યું નિવેદન આપતાં લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે, તેઓ સરકારનો હિસ્સો રહેશે કે નહીં.

શું કહ્યું શિંદેએ?

એકનાથ શિંદેએ કહ્યું કે, ‘હું ફડણવીસને શુભેચ્છાઓ પાઠવું છું. હું સરકારનો હિસ્સો બનીશ કે નહીં, તેના વિશે સાંજે જણાવીશ.’ શિંદેના આ નિવેદનથી મહારાષ્ટ્ર સરકારની રચનામાં કંઈક મોટી ઉથલપાથલ થવાની ભીતિ જોવા મળી છે. જ્યારે અજિત પવારે પણ આ ભયને સાચું ઠેરવતું નિવેદન આપ્યું છે કે, ‘હું કાલે શપથ લેવાનો છું. પણ શિંદેનો નિર્ણય શું છે, તે જાણવા માટે તમારે રાહ જોવી પડશે.’

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોની સંપત્તિ, પણ કાર નહીં, શેરમાર્કેટમાં પણ રોકાણ ઝીરો


દાદા કો શપથ લેને કા અનુભવ જ્યાદા હૈ

વધુમાં શિંદેએ ટીખળ કરતાં કહ્યું કે, 'દાદા(મોટાભાઈ)ને શપથ લેવાનો અનુભવ વધુ છે. સવાર અને સાંજે બંને સમયે તેમણે શપથ લીધા છે.' આટલું કહેતાં જ ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. સીએમ માટે ફડણવીસને સમર્થન. અઢી વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શિંદેનું નામ જાહેર કર્યું હતું. હવે શિંદેએ મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસની ભલામણ કરી છે.

તેમણે કહ્યું કે, 'તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત ઠરી, આ લોકોની જીત છે, અમે તમામ માટે આકરી મહેનત કરીએ છીએ. અમે તેમના કલ્યાણ અને સારું પ્રદર્શન કરવાની જવાબદારી લીધી છે. અમે માત્ર નિર્ણયો જ લેતાં નથી, પરંતુ તેને ઝડપથી લાગુ પણ કરીએ છીએ.'

CM અને DCM એ માત્ર ટેક્નિકલ સિસ્ટમ

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ફડણવીસ આજે સાંજ સુધીમાં તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે, તેની જાહેરાત કરશે. વધુમાં તેમણે કહ્યું કે, સીએમ અને ડેપ્યુટી સીએમ એ એક ટેક્નિકલ સિસ્ટમ છે. અમે બધા નિર્ણયો સાથે મળીને લઈશું. મેં એકનાથ શિંદેની મુલાકાત કરી તેમને સરકારનો હિસ્સો બનવા અપીલ કરી છે. તેમણે સકારાત્મક પ્રતિક્રિયા પણ આપી છે. 

મહારાષ્ટ્રમાં મહાભારતઃ શિંદે સરકારમાં રહેશે કે નહીં તે હજુ પણ સ્પષ્ટ નહીં, આપ્યું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News