અજિત પવાર દિલ્હી ઉપડ્યાં, શિંદેએ આજની તમામ બેઠકો રદ કરી, મહારાષ્ટ્રમાં મડાગાંઠ વધી
Eknath Shinde Again Cancelled all Meeting: એકનાથ શિંદે રવિવારના રોજ સાંજે તેમના ગામ સતારાથી પરત ફર્યા હતા. તે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સોમવારે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની બેઠક થશે. અને આ બેઠકમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. આ દરમિયાન એકનાથ શિંદેએ ફરી એકવાર તેમની તમામ બેઠકો રદ કરી દીધી છે. આ અંગે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેને હજુ પણ તાવ છે. તેઓ આજે જ પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા, પરંતુ તે પણ મોકૂફ રાખવામાં આવી છે. શિંદેનું કહેવું છે કે તેઓ હજુ પણ તાવમાં સપડાયેલા છે.
ભાજપ દ્વારા 5 ડિસેમ્બરે શપથ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં
આમ છતાં એ સવાલો ઉઠી રહ્યો છે કે, શું તે કોઈ દબાણની રણનીતિ ચાલી રહી છે અને તેના કારણે તેઓ બેઠકો રદ કરી રહ્યા છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હી જવા રવાના થવાના થયા છે. અજિત પવાર કયા હેતુથી દિલ્હી રવાના થયા છે, તે હાલમાં કહી શકાય નહીં. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે, કે તેઓ ભાજપના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. અજિત પવારની સાથે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ દિલ્હી જઈ રહ્યા છે. તો આ બાજુ ભાજપ દ્વારા 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
તેઓ ગૃહ મંત્રાલય માટે અડગ છે
જો કે રસપ્રદ વાત એ છે કે, હજુ સુધી ભાજપ ધારાસભ્ય દળની કોઈ બેઠક યોજાઈ નથી. હાલમાં ભાજપ કયા નેતાને સીએમ તરીકે આગળ કરશે તે જાણવાની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ગૃહ મંત્રાલય માટે અડગ છે અને તેના માટે દબાણ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : 26 વર્ષના IPS અધિકારીનું મોત, પહેલી પોસ્ટિંગ માટે જતાં સમયે કારનું ટાયર ફાટતાં અકસ્માત
શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાનો દાવો...
તો, એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ડેપ્યુટી સીએમ બની શકે છે. પરંતુ તેના પર શ્રીકાંતે પોતે ટ્વીટ કર્યું કે, મારી આવી કોઈ ઈચ્છા નથી. તેમણે મરાઠીમાં ટ્વીટ કરીને લખ્યું કે, "મારે સત્તા નથી જોઈતી પણ તે શિવસેનાનું સંગઠન સ્થાપિત કરવા માંગું છું. જો મારે સત્તા જોઈતી હોત તો હું કેન્દ્રમાં મંત્રી બની શક્યો હોત, પરંતુ મારી પ્રાથમિકતા શિવસેનાને મજબૂત કરવાની છે."