નડ્ડાએ પક્ષમાં સામેલ કર્યો પણ જાહેરાત ન કરી: દિગ્ગજ નેતાની એન્ટ્રી પર ભાજપમાં કેમ ફસાયો પેચ?
Image Source: X
Maharashtra Eknath Khadse: પૂર્વ રાજ્ય મંત્રી એકનાથ ખડસે NCP (શરદ પવાર) છોડીને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓના વિરોધને કારણે આ અંગે કોઈ સાર્વજનિક જાહેરાત કરવામાં નથી આવી. ખડસેએ એવી પણ ચેતવણી આપી છે કે જો આગામી થોડા દિવસોમાં મારી ભાજપમાં જોડાવાની જાહેરાત કરવામાં નહીં આવે તો હું પાછો NCP (શરદ પવાર)માં સામેલ થઈ જઈશ.
શું બોલ્યા એકનાથ ખડસે?
એકનાથ ખડસેએ કહ્યું કે, હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, વરિષ્ઠ નેતા વિનેદ તાવડે અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો છું. જેપી નડ્ડાએ પાર્ટીમાં મારું સ્વાગત કર્યું છે. જોકે, તેની સાર્વજનિક જાહેરાત કરવામાં નથી આવી, કારણ કે, મહારાષ્ટ્રમાં કેટલાક નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
જો જાહેરાત ન કરી તો..........
પૂર્વ મંત્રીએ કહ્યું કે, મેં થોડા દિવસ રાહ જોવાનો નિર્ણય કર્યો છે. જો પાર્ટી જાહેર રીતે મારી વાપસીનું એલાન કરવા તૈયાર નથી તો હું ફરી NCPમાં સામેલ થઈ જઈશ અને વિધાનસભા ચૂંટણીમાં તેની મદદ કરીશ. ખડસેએ બે વર્ષ પહેલા પાર્ટી નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજન સાથે મતભેદોના કારણે શરદ પવારના નેતૃત્વ વાળી સંયુક્ત NCPમાં સામેલ થવા માટે ભાજપ છોડી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, હું ખડસેના નિવેદનથી વાકેફ નથી અને આશા છે કે પૂર્વ મંત્રી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને સમર્થન આપશે.
બાવનકુલેએ આગળ કહ્યું કે, મને તેમના નિવેદનની જાણ નથી. પરંતુ હું જાણું છું કે લોકસભાની ચૂંટણીમાં તેમણે અમારા ઉમેદવાર રક્ષા ખડસેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને તેમની જીત સુનિશ્ચિત કરી હતી. અમને વિશ્વાસ છે કે, તેઓ વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ કરશે અને ભાજપના ઉમેદવારોને ચૂંટણી જીતાડશે.