ખાનગી કંપનીની બસ નાળામાં પડતા આઠના મોત : અનેક ઘાયલ
- પંજાબના બઠિંડાના તલવંડી સાબો રોડ પર દુર્ઘટના
- રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
બઠિંડા : પંજાબના બઠિંડાના તલવંડી સાબો રોડ પર શુક્રવારે ભયંકર સડક દુર્ઘટના સર્જાઇ હતી. ખાનગી કંપનીની બસ અનિયંત્રીત થઇને લસાડા નાળામાં પડી જતાં આઠ લોકોના મોત થયા હતાં. બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા હતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
બઠિંડાના કોટશમીર રોડ પર બસ પુલ પરથી પસાર થતાં સમયે રેલીંગ તોડીને નીચે પડી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફ સહિત રાહત ટીમ ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળે પહોચેલી પોલીસે કહ્યું હતું કે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. તેમજ આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પંજાબના બઠિંડામાં એક બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચારથી મને ઊંડા દુખની લાગણી થઇ છે. મૃત્યુ પામનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું અને ઇશ્વરને પ્રાર્થના કરુ છું કે આ દુર્ધટનામાં ઘાયલ થયેલા તમામ લોકો વહેલાસર સ્વસ્થ બને.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે બઠિંડાના તલવંડી સાબો રોડ પર ખાનગી બસ ના અકસ્માતની દુખદાઇ ખબર મળી હતી. વહીવટી ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ છે અને ઘાયલોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં છે. હું પરમાત્મા પાસે દિવંગત આત્મીની શાંતિ અને ઘાયલો વહેલાસર સ્વસ્થ્ય બને તેવી પ્રાર્થના કરુ છું.