Ravan Dahan 2023: દિલ્હીમાં રાવણ, મેઘનાદ સહિત સનાતન ધર્મના વિરોધીઓના પૂતળાનું પણ કરવામાં આવશે દહન

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
Ravan Dahan 2023: દિલ્હીમાં રાવણ, મેઘનાદ સહિત સનાતન ધર્મના વિરોધીઓના પૂતળાનું પણ કરવામાં આવશે દહન 1 - image


Image Source: Twitter

- ચિત્તરંજન પાર્ક દુર્ગા પૂજા પંડાલમાં મહિલાઓએ 'સિંદૂર ખેલા'ના ભાગરૂપે એકબીજા પર સિંદૂર લગાવ્યું 

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર

આજે સવારથી જ દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં દશેરા પૂજાની ધૂમ છે. આ સાથે જ રાવણ દહનને લઈને પણ દર વર્ષની જેમ આ વખતે પણ લોકોમાં ઉત્સાહ ચરમ પર છે. વિજયાદશમીના અવસર પર કોલકાતાની જેમ દક્ષિણ દિલ્હીમાં ચિત્તરંજન પાર્કમાં સિંદૂર ખેલમાં મોટી સંખ્યામાં બંગાળી મહિલાઓએ ભાગ લીધો હતો. આ વખતે રામલીલા કમિટિઓ મોડી સાંજે રાવણ દહન કાર્યક્રમ અંતર્ગત સનાતનના વિરોધીઓના પૂતળાનું પણ દહન કરશે.

ચિત્તરંજન પાર્ક દુર્ગા પૂજા પંડાલમાં મહિલાઓએ 'સિંદૂર ખેલા'ના ભાગરૂપે એકબીજા પર સિંદૂર લગાવ્યું હતું. આ વખતે ખાસ વાત એ છે કે, રાવણ, મેઘનાદ અને કુંભકર્ણની સાથે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના પૂતળા પણ લગાવવામાં આવ્યા છે. એટલે કે આ વખતે લાલ કિલ્લાના મેદાનમાં રાવણ અને કુંભકર્ણની સાથે સાથે સનાતન વિરોધીઓના પૂતળા પણ બાળવામાં આવશે. આ માટે દિલ્હીના રામલીલા મેદાનમાં અલગથી મોટા પૂતળા બનાવવામાં આવ્યા છે. મોડી સાંજે રાવણની સાથે આ પૂતળાઓનું પણ દહન કરવામાં આવશે.

ઉદયનિધિના નિવેદનથી વિવાદ

તાજેતરમાં જ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને એક ભડકાઉ નિવેદન આપ્યું હતું કે સનાતનીઓને ખાતમો જરૂરી છે. તેમનું નિવેદન સામે આવ્યા બાદ દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. તમિલનાડુમાં તેની રાજકીય અસર જોઈને ઉધયનિધિ સ્ટાલિને સ્પષ્ટતા કરી હતી કે, તેમના નિવેદનને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવ્યુ છે. પરંતુ તેની અસર એ થઈ કે ભાજપે તેને તમિલનાડુમાં રાજકીય એજન્ડા બનાવી દીધો. તેમજ ભાજપના નેતાઓએ તે જ સમયે એલાન કર્યું હતું કે, આ વખતે દશેરાના દિવસે રામલીલા સમિતિઓ સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના પૂતળા બાળશે. 

શું કહ્યું હતું ઉદયનિધિ સ્ટાલિને

DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સાથે કરી હતી. આ અંગે વિવાદ સર્જાયાના થોડા દિવસો બાદ દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે પહેલા શહેરમાં રામલીલા સમિતિઓને અનુરોધ કરતો એક પત્ર લખ્યો હતો.

તેમણે તેને સામાજિક ન્યાયની અવધારણા વિરુદ્ધ ગણાવતા તેને ખતમ કરવાનું આહવાન કર્યું હતું. આરકે પુરમ રામલીલા સમિતિના પ્રમુખ અનિલ શર્માએ એલાન કર્યું હતું કે, કે તેઓ જે લોકો સનાતન ધર્મની વિરુદ્ધ છે અને તેની માન્યતાઓ અને પ્રથાઓને ડેન્ગ્યુ સાથે સરખાવે છે તેમના પૂતળાં બાળશે. અમે પૂતળા બનાવીશું અને સ્ટાલિનનું નામ લખીશું જે અમારા ધર્મની વિરુદ્ધ છે. જ્યારે આ મામલાએ જોર પકડ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે પણ સનાતન ધર્મ વિરુદ્ધ રાજકારણીઓના નફરતભર્યા ભાષણોની નોંધ લીધી હતી.



Google NewsGoogle News