NCC એટલે શું ? રાહુલ ગાંધી ના આપી શક્યા જવાબ, આ છે અર્થ વાંચો...
- સોશિયલ મીડિયામાં હાંસીનું પાત્ર બન્યા રાહુલ ગાંધી
- લોકોએ PM મોદીના ભાષણ અને રાહુલના જવાબને સાથે ટ્વીટ કરી અંતર જણાવ્યુ
નવી દિલ્હી, તા. 25 માર્ચ 2018 રવિવાર
કર્ણાટકના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ મૈસૂરની મહિલા કોલેજની એક વિદ્યાર્થિનીના પ્રશ્ન પર ક્લીન બોલ્ડ થઈ ગયા છે.
વિદ્યાર્થિનીએ પૂછ્યુ કે તમે NCC 'C' સર્ટિફિકેટ એગ્ઝામ પાસ વિદ્યાર્થિનીઓને શું લાભ આપશો? જવાબમાં રાહુલે કહ્યું કે તેમને NCC અને સી સર્ટિફિકેટ વિશે જાણકારી નથી તેથી તે કંઈ પણ જવાબ આપી શકશે નહીં.
રાહુલના આ જવાબ પર સોશિયલ મીડિયામાં તે ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. કેટલાક લોકો NCC વિશે PM મોદીના ભાષણ અને રાહુલના જવાબને સાથે-સાથે ટ્વીટ કરીને બંને નેતાઓ વચ્ચેના અંતરને સાબિત કરવામાં લાગેલા છે તો કેટલાક રાહુલના સામાન્ય જ્ઞાન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
- રાષ્ટ્રીય કેન્ડેટ કોર એટલે NCC ભારતીય સેન્ય કેન્ડેટ કોર છે જે સ્વેચ્છિકરીતે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. ભારતમાં NCC કેન્ડેટની સંખ્યા લગભગ 15 લાખ છે.
- નેશનલ કેન્ડેટ કોરની લિખિત અને પરેડ પરીક્ષા પાસ કરવા પર એ, બી અને સી સર્ટિફિકેટ આપવામાં આવે છે.
- સર્ટિફિકેટ મેળવવાની પરીક્ષા સૌથી મુશ્કેલ હોય છે.
- NCCનું સર્ટિફિકેટ મેળવેલ વિદ્યાર્થીઓને સેના, અર્ધસૈનિક દળો સિવાય વિભિન્ન સરકારી નોકરીઓમાં ફાયદો રહે છે.
- ઉચ્ચ શિક્ષણ માટે વિભિન્ન યુનિવર્સિટિી-કોલેજોમાં એડમિશનમાં પણ NCC સર્ટિફિકેટનું ખૂબ મહત્વ છે.
- A સર્ટિફિકેટ 15 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે છે જ્યારે B સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની ઉંમર 17 વર્ષ છે.
- B સર્ટિફિકેટમાં C ગ્રેડ પ્રાપ્ત કરવાના બે વર્ષ બાદ વિદ્યાર્થી C સર્ટિફિકેટ મેળવવા માટે લાયક ગણવામાં આવે છે.
- C સર્ટિફિકેટ મેળવવુ ઘણું અઘરુ છે જેથી A અને Bની તુલનામાં તેમનું મહત્વ વધારે છે.
- NCCની સીનિયર વિંગમાં પ્રવેશ માટેની ઉંમર મર્યાદા 26 વર્ષ છે જ્યારે જુનિયર વિંગમાં 13થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
- NCCમાં સમાજસેવા, શિસ્ત, ચરિત્ર નિર્માણ, પરિશ્રમની શીખ આપવામાં આવે છે. સીનિયર વિદ્યાર્થીઓની ટ્રેનિંગ સેનાના જવાનો તરીકે કરવામાં આવે છે.