શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું
- નવી શિક્ષણ નીતિ મુદ્દે સ્ટાલિન પછી હવે સોનિયા ગાંધીના કેન્દ્ર પર પ્રહારો
- છેલ્લા એક દાયકામાં 89 હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ કરાઇ જ્યારે ૪૩૦૦૦ ખાનગી સ્કૂલો ખોલવામાં આવી
- કેન્દ્રએ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરો નીમવાનો રાજ્ય સરકારનો અધિકાર પણ ખતમ કરી નાખ્યો
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ નવી શિક્ષણ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શિક્ષણ દ્વારા ફક્ત તેના ત્રણ એજન્ડા ૩-સી (સેન્ટ્રલાઇઝેશન, કોમર્સિયલાઇઝેશન અને કોમ્યુનલાઇઝેશન) જ લાગુ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગાંધીનો આરોપ હતો કે હાઈપ્રોફાઇલ શિક્ષણ નીતિ પાછળ સરકારે તેનો વાસ્તવિક ઇરાદો છૂપાવ્યો છે.
સરકાર ભારતમાં બાળકો અને યુવાઓના શિક્ષણને લઈને ઘણી ઉદાસીન છે. દેશના અગ્રણી અખબાર ધ હિન્દુમાં લખેલા તંત્રીલેખમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ંછેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેની મુખ્ય ચિંતા શિક્ષણમાં ત્રણ મુખ્ય એજન્ડાના અમકલીકરણની છે, તેને ાલોકોની કોઈ ચિંતા નથી. તેને ફક્ત તેના ત્રણ મુખ્ય એજન્ડાના અમલની જ ચિંતા છે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સરકારી શાળાઓ બંધ કી રી છે કે મર્જ કરી રહી છે. એક દાયકામાં ૮૯ હજારથી પણ વધુ સ્કૂલોને બંધ કરી દેવાઈ છે અને તેની સામે ૪૩ હજારથી પણ વધુ સ્કૂલો ખૂલી છે. આ બતાવે છે કે શિક્ષણમાં વ્યવસાયીકરણ અને ખાનગીકરણ અને ત્રીજું પાઠયપુસ્તકોમાં અને અભ્યાસક્રમોનું તીવ્રતાથી સાંપ્રદાયિકીકરણ કરી રહી છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં આ સરકારની ઓળખ સત્તાનું કેન્દ્રીકરણ કરનાર તરીકેની બની છે. તેમણે જણાવ્યું હતું કે તેનાથી સૌથી વધુ નુકસાન શિક્ષણ વિભાગને થયું છે. કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ પ્રધાનોને મળીને બનાવાયેલા શિક્ષા સલાહકાર બોર્ડની બેઠક ૨૦૧૯ પછી એકપણ વખત થઈ નથી.
સોનિયાએ જણાવ્યું હતું કે એનઇપી ૨૦૨૦નો અમલ કરતાં પહેલા એકપણ વખત રાજ્ય સરકારો સાથે સંવાદ કરવામાં આવ્યો નથી. જ્યારે આ વિષય રાજ્યોની યાદીમાં આવે છે. સરકારની નવી નીતિમાં સંવાદની તો કમી છે, પરંતુ ધમકાવવાની પોલિસી પણ જોવા મળી છે. ઉચ્ચ શિક્ષણ તરફ સંકેત પાઠવતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્ય સરકારના અધિકારને જ ખતમ કરી દીધો છે. આ સંઘવાદ પર હુમલો છે. દેશના ગરીબોને શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર કરી દેવાયા છે. તેમને અત્યંત મોંઘી અને ખાનગી ક્ષેત્રના અંકુશવાળી સ્કૂલોમાં મૂકી દેવાયા છે.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રીજા નંબરનો ભાર સાંપ્રદાયિકતા પર મૂક્યો છે. તેનો હેતુ આરએસએસ અને ભાજપની લાંબા સમયની વૈચારિક પરિયોજનાનો પૂરો કરવાનો છે. તેમા શિક્ષણ પ્રણાલિના મારફતે નફરતની ખેતીનો સમાવેશ થાય છે.
એનસીઇઆરટીના પુસ્તકોમાં મહાત્મા ગાંધીની હત્યા અને મુઘલો સાથે જોડાયેલો ઇતિહાસ હટાવી દેવાયો છે. આ સિવાય ભારતીય બંધારણની પ્રસ્તાવના પણ હટાવી દેવાઈ હતી, જેને પછી લોકોના ભારે વિરોધના પગલે પરત લાવવાની ફરજ પડી હતી.