Get The App

NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ

Updated: Apr 4th, 2025


Google News
Google News
NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ 1 - image


NEET UG-PG Medical Studies : ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવાની ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મેડિકલ બેઠકોમાં બંપર વધારો કર્યો છે. સરકારના નિર્ણય મુજબ MBBS અને PG કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સૌથી વધુ તક મળશે. સરકારના આ નિર્ણયથી ડૉક્ટરોની સંખ્યા વધશે અને આરોગ્ય સેવામાં પણ વધુ સારી મળશે.

75000 નવી મેડિકલ બેઠકો વધારવાનો લક્ષ્યાંક

વાસ્તવમાં ઘણી વખત એવું બનતું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ મર્યાદિત બેઠકોને કારણે એડમિશન લઈ શકતા ન હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં 75000 નવી મેડિકલ બેઠકો વધારવાનો કેન્દ્ર સરકારે લક્ષ્યાંક રાખ્યો છે, જેની જાહેરાત પહેલી ફેબ્રુઆરી-2025ના રોજ બજેટમાં કરવામાં આવી હતી. સરકારે દેશભરમાં નવી મેડિકલ કૉલેજો શરૂ કરવા તેમજ વર્તમાન કૉલેજોનો વિસ્તાર વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.

દેશમાં કુલ 780 મેડિકલ કૉલેજો

વર્ષ 2014 પહેલા દેશમાં કુલ 387 મેડિકલ કૉલેજો હતી, જોકે હવે તે વધીને 780 પર પહોંચી ગઈ છે. 2014માં MBBS બેઠકોની સંખ્યા 51,348 હતી, જે હવે વધીને 1,18,190 પર પહોંચી ગઈ છે. આવી જ રીતે પીજી કોર્સ માટેની બેઠકોની સંખ્યા 31185થી વધીને 74306 થઈ ગઈ છે.

આ પણ વાંચો : ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ

NMC ટૂંક સમયમાં નવી બેઠકોની યાદી જાહેર કરશે

નેશનલ મેડિકલ કમિશનની સત્તાવાર વેબસાઈટ પર હાલ MBBSની 1,17,950 બેઠકોની માહિતી ઉપલબ્ધ છે. જોકે સરકારના જણાવ્યા મુજબ હવે દેશભરમાં આવી 1.18 લાખ બેઠકો છે. ગત વર્ષે MBBSની 1.08 લાખ બેઠકો હતી, એટલે કે આ વર્ષે 10,000થી વધુ બેઠકોનો વધારો થયો છે.

ચોથી મેએ નીટ યુજીની પરીક્ષા

ચોથી મેના રોજ નીટ યૂજી 2025ની પરીક્ષા યોજાવાની છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ સામેલ થશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી લેશે તેમને MBBS (એલોપેથિક મેડિકલ કોર્સ), BAMS (આયુર્વેદિક દવા), BUMS (યુનાની દવા), BSMS (સિદ્ધ દવા), BHMS (હોમિયોપેથિક દવા), BDS (ડેન્ટલ સર્જરી) અને BVSC અને AH (વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી) જેવા કોર્સોમાં એડમિશન મળી જશે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

Tags :