Get The App

મની લોન્ડરિંગના કેસમાં EDની મોટી કાર્યવાહી, પટણામાં IAS અને પૂર્વ ધારાસભ્યની કરી ધરપકડ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
મની લોન્ડરિંગના કેસમાં EDની મોટી કાર્યવાહી, પટણામાં IAS અને પૂર્વ ધારાસભ્યની કરી ધરપકડ 1 - image


Image: Facebook

Money Laundering Case: IAS અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની ઈડીએ ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર મની લોન્ડ્રિંગ મામલે ઈડીની ટીમે સંજીવ હંસને પટણા સ્થિત તેમના સરકારી આવાસથી ધરપકડ કરી છે તો ગુલાબ યાદવને દિલ્હીના એક રિસોર્ટથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. સંજીવ હંસ 1997 બેચના આઈએએસ અધિકારી છે. 

ઈડીના જણાવ્યા અનુસાર સંજીવ હંસે પંજાબના મોહાલી અને કસોલીમાં કરોડોની બેનામી સંપત્તિ ખરીદી છે. તેમને ઈડીએ કરોડોની સંપત્તિ હસ્તગત કરવાના મામલે જ અરેસ્ટ કર્યા છે. સંજીવ હંસની સાથે જે ગુલાબ યાદવની ધરપકડ થઈ છે, તે દિલ્હીમાં તેમના નજીકના સહયોગી રહ્યાં છે. 

ઈડીએ બિહાર સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) ની સાથે જે જાણકારી શેર કરી છે. તે અનુસાર 14 સપ્ટેમ્બરે મામલો નોંધાયો હતો. SVU અધિકારીઓની એક ટીમ કેન્દ્રીય તપાસ એજન્સીઓની જાણકારીને તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'એફઆઈઆરમાં હંસ, યાદવ અને તેમના પરિવારના સભ્યો સહિત લગભગ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. SVU ઝીણવટપૂર્વકની પૂછપરછ માટે તેમની કસ્ટડીની પણ માગ કરવાની છે. હંસને તેમના વિરુદ્ધ ઈડીના દરોડા બાદ ઓગસ્ટમાં રાજ્ય સરકારના સામાન્ય તંત્ર વિભાગમાં સ્થળાંતરિત કરી દેવાયા હતા.

આ પણ વાંચો: ‘સરન્ડર કરો, નહીં તો ધરપકડ થશે’ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય વિરુદ્ધ હાઈકોર્ટની લાલ આંખ

પહેલા દરોડા પાડી ચૂક્યા છે

આ પહેલા એજન્સી બિહાર કેડરના આઈએએસ અધિકારી સંજીવ હંસ અને પૂર્વ આરજેડી ધારાસભ્ય ગુલાબ યાદવ વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ દરમિયાન બિહાર, દિલ્હી અને પૂણેમાં ઘણા ઠેકાણા પર દરોડા પણ મારી ચૂકી છે.

હંસ-યાદવ પર લાગી ચૂક્યા છે રેપના આરોપ

સંજીવ હંસનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. ગત દિવસોમાં સીનિયર આઈએએસ અધિકારી સંજીવ હંસ પર રેપનો આરોપ પણ લાગી ચૂક્યો છે. સંજીવ હંસની સાથે-સાથે આરજેડીના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની ઉપર એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.

ગુલાબ યાદવ કોણ છે?

મધુબનીની ઝંઝારપુર બેઠકથી પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) માં હતા. તાજેતરમાં જ થયેલી 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને આરજેડીથી ટિકિટ મળી નહીં. ઝંઝારપુર બેઠક ગઠબંધનમાં સામેલ વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP) ના ભાગમાં જતી રહી હતી. દરમિયાન ગુલાબ યાદવ બીએસપીની ટિકિટથી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા હતા. જોકે, તેમને ચૂંટણી રણમાં સફળતા મળી શકી નહીં. ગુલાબ યાદવ રાજકીય મજબૂત ખેલાડી માનવામાં આવે છે. તેમના પત્ની અંબિકા ગુલાબ યાદવને સમર્થન ન મળ્યું તો તેમણે પોતાના દમ પર સ્થાનિક વિસ્તારથી એમએલસી બનાવી દીધા. અંબિકા યાદવે ભાજપ ઉમેદવારને માત આપી દીધી હતી. આ સિવાય ગુલાબ યાદવની પુત્રી બિંદુ ગુલાબ યાદવ જિલ્લા પરિષદના અધ્યક્ષ છે.


Google NewsGoogle News