Get The App

કેજરીવાલની ૬ દિવસ સુધી થશે પુછપરછ, હોલી ધૂળેટી પસાર થશે ઇડી કસ્ટડીમાં

કેજરીવાલની ૭ કસ્ટડી મેળવવામાં ઇડીને સફળતા મળી

કેજરીવાલ શરાબ આબકારી કૌભાંડમાં સામેલ હોવાની દલીલ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલની ૬ દિવસ સુધી થશે પુછપરછ, હોલી ધૂળેટી પસાર થશે  ઇડી કસ્ટડીમાં 1 - image


નવી દિલ્હી, ૨૨ માર્ચ,૨૦૨૪,શુક્રવાર 

શરાબ આબકારી નીતિના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરકેટોરેટ (ઇડી)એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા એક બાજુ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઇડીએ કેજરીવાલની પૂછપરછ માટે ૧૦ દિવસ આપવાની અરજી કરી હતી તેના બદલામાં ઇડીને છ દિવસના રિમાંડ મેળવવામાં સફળતા મળી છે. આથી હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સાત દિવસ સુધી ઇડીની કસ્ટડીમાં રહેવું પડશે.

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે આગામી સપ્તાહ ઇડી કસ્ટડીમાં વિતાવવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આમઆદમી પાર્ટીને ૩૦૦ કરોડ રુપિયા મળ્યા હતા એટલું જ નહી આ મામલે આરોપી વિજય નાયર દિલ્હીના સીએમ ખૂબજ નજીક છે. સૌથી વિચિત્ર વાત તો એ છે કે નાયર પાસે કોઇ પદ નથી આથી તેણે વચેટિયાનું કામ કર્યુ છે. કારોબારીઓએ કેજરીવાલને રોકડમાં પેમેન્ટ કર્યુ હતું. રિશ્વત માટે હવાલામાર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેજરીવાલની ૬ દિવસ સુધી થશે પુછપરછ, હોલી ધૂળેટી પસાર થશે  ઇડી કસ્ટડીમાં 2 - image

લાંચના બદલામા જ શરાબ કારોબારીઓને દિલ્હીમાં કોન્ટ્રાકટ મળ્યા હતા. આ ૧૦૦ નહી પરંતુ કુલ ૬૦૦ કરોડનો ગોટાળો છે. હવાલા મારફતે ૪૫ કરોડ રુપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા. ગોવામાં આ નાણાનો ચુંટણી પ્રચારમાં ઉપયોગ થયો હતો. મની ટ્રેલની ચેટ અને સાબીતી વાતચિતની સીડીઆર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

સીડીઆર ઉપરાંત સાક્ષીઓના નિવેદન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. કેજરીવાલ આ શરાબ કૌભાંડમાં પણ સામેલ વ્યકિત છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની આબકારી નીતિ તૈયાર કરવા અને લાગુ પડવા માટે સાઉથ ગુ્પ તરફથી લાંચ સ્વરુપે કરોડો રુપિયા મળ્યા હતા. પંજાબ ચુંટણી માટે સાઉથ ગુ્પ પાસેથી કેટલાક આરોપીઓ પાસેથી ૧૦૦ કરોડ રુપિયાની માંગણી કરવામાં આવી હતી.

કેજરીવાલની ૬ દિવસ સુધી થશે પુછપરછ, હોલી ધૂળેટી પસાર થશે  ઇડી કસ્ટડીમાં 3 - image

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે નાણાની લેણદેણની કડીઓ જોડીને આગળની તપાસ માટે ધરપકડ કરવીએ વાજબી નથી.અભિષેક મનુ સિંઘવીએ અદાલતને કહયું હતું કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર વર્તમાન મુખ્યમંત્રીને ગિરફતાર કરવામાં આવ્યા છે. ગિરફતાર કરવાનો પાવર અને ગિરફતારીની જરુરીયાતમાં સમતોલન જોવા મળતું નથી.અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની કોઇ જ આવશ્યકતા ન હતી. અગાઉ આમ આદમી પાર્ટીના અગાઉ ચાર વરિષ્ઠ નેતાઓને ગિરફતાર કરવામાં આવ્યા છે. 

 



Google NewsGoogle News