એમટેકના 27,000 કરોડના કૌભાંડની તપાસ ઇડી કરશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
એમટેકના 27,000 કરોડના કૌભાંડની તપાસ ઇડી કરશે 1 - image


- સુપ્રીમ કોર્ટે છ મહિનામાં રિપોર્ટ માંગ્યો

- સીબીઆઇ અને SFIO દ્વારા ચાલતી તપાસ પર વર્તમાન ચુકાદાની અસર નહીં પડે 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે  એમટેક ઓટોના ૨૭,૦૦૦ કરોડના કૌભાંડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને સોંપી છે. તેની સાથે તેનો તપાસ રિપોર્ટ છ મહિનામાં સુપ્રદ કરવા જણાવ્યું છે. 

એમટેક ઓટોના કેસમાં હવે બીજી સપ્ટેમ્બરે સુનાવણી થશે. ન્યાયાધીશ બી આર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે ૨૭મી ફેબુ્રઆરીના રોજ આ આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઇડીને મેસર્સ એમટેક ઓટો લિમિટેડ, મેસર્સ એઆરજીએલ લિમિટેડ અને મેસર્સ મેટલિસ્ટ ફોર્જિંગ્સ લિમિટેડ અને તેના અગાઉના મેનેજમેન્ટ તથા શેરધારકો સામે વિસ્તારપૂર્વકની તપાસના આદેશ આપ્યા છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એકત્રિત કરેલા પુરાવા પરથી પ્રથમદર્શી ધોરણે સંકેત મળે છે કે આ ભંડોળને જમીનના સોદા અને રિયલ્ટી  પ્રોજેક્ટમાં રોકવામાં આવ્યું હતું. રોકાણકારોના કુટુંબના સભ્યો અને નજીકના સગાસંબંધીઓને અયોગ્ય લાભ આપવામાં આવ્યો છે.

બેન્ચે જણાવ્યું હતું કે અમને લાગે છે કે જાહેર ક્ષેત્રની બેન્કોમાંથી મળેલા જંગી ભંડોળના સંદર્ભમાં મોટાપાયા પર મની લોન્ડરિંગની સંભાવના નકારી શકાય નહી. ઇડીને તપાસ સોંપવામાં આવ્યા હોવા છતાં પણ સ્પેશ્યલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) અને સીબીઆઈ દ્વારા ચાલતી તપાસ જારી રહેશે. તેમની તપાસ પર વર્તમાન આદેશની કોઈ અસર નહી પડે. 


Google NewsGoogle News