જામીન મળ્યાં બાદ EDએ મુખ્યમંત્રી કેજરીવાલને ફરી મોકલ્યું 9મું સમન્સ, પૂછપરછ માટે 21 માર્ચનું તેડું

હજુ તો કાલે જ રાઉઝ એવન્યૂ કોર્ટે ઈડીના સમન્સની વારંવાર અવગણના કરવા મામલે જામીન આપ્યા હતા

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
જામીન મળ્યાં બાદ EDએ મુખ્યમંત્રી કેજરીવાલને ફરી મોકલ્યું 9મું સમન્સ, પૂછપરછ માટે 21 માર્ચનું તેડું 1 - image


Arvind Kejriwal ED News |  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ફરી એકવાર સમન્સ મોકલ્યું છે. આ વખતે 9માં સમન્સમાં તેમને 21 માર્ચે હાજર થવા કહેવાયું છે. હજુ તો ગઈ કાલે જ ઈડીના અત્યાર સુધીના સમન્સની અવગણના કરવા બદલ તેમને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે જામીન આપ્યા હતા ત્યાં ફરી એકવાર તેમને ઈડીનું પૂછપરછ માટે સમન્સ તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. 

પ્રથમ સમન્સ ક્યારે મોકલ્યું હતું? 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તપાસ એજન્સીએ પ્રથમ સમન્સ 2 નવેમ્બર 2023 ના રોજ મોકલ્યું હતું પણ તે હાજર નહોતા થયા. તેના પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે આઠમું સમન્સ મોકલ્યું હતું. મુખ્યમંત્રી કેજરીવાલ કોઈપણ સમન્સ પર ઈડી સમક્ષ હાજર થયા નહોતા. 

કેજરીવાલે લગાવ્યો આરોપ

કેજરીવાલે એક પણ સમન્સ પર હાજર ન થવા છતાં કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી દાવો કરે છે કે કેન્દ્રીય એજન્સી ઈડી તેમની ધરપકડ કરી લેવા માગે છે. 



Google NewsGoogle News