Get The App

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું 1 - image


Delhi Excise Policy: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. 

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યા છે. તેમના પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ છે. આ ઉપરાંત, AAP નેતા પર દક્ષિણના લિકરના વેપારી વિજય નાયરને તેમનું સરકારી આવાસ આપવાનો પણ આરોપ છે. ઈડીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યા હતા.

ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા દિલ્હી પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું 2 - image


Google NewsGoogle News