અંધા કાનૂન : ઈડીએ બેન્કના કબજા હેઠળનું 120 કરોડનું ફાર્મ હાઉસ પચાવી પાડ્યું, ઝોનલ કચેરી ઊભી કરી
ED office or mortgaged asset? ઈડી દ્વારા દેશની રાજધાની નવી દિલ્હીમાં મોટાપાયે ગેરકાયદે કામ કરાયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અત્યાર સુધીમાં ઈડીના અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હોવાના, કેસમાં ફસાવી દેવાનું કહીને પૈસા પડાવતા હોવાના અને અન્ય રીતે બ્લેક મેલ કરીને લાખો રૂપિયા પડાવી લેવાતા હોવાના અનેક કિસ્સા અને ફરિયાદો સામે આવ્યા છે. આ કશું જ નવું નથી. તાજેતરમાં ઈડીનું જે કાંડ સામે આવ્યું છે તે ખરેખર મોટું છે.
બેન્કની માલિકીનું ફાર્મહાઉસ ઈડીએ પચાવી પાડયું
સરકારી એજન્સી દ્વારા સરકારી બેન્કને જ ફસાવી દેવામાં આવી છે. બેન્કની માલિકીનું ફાર્મહાઉસ ઈડીએ પચાવી પાડયું છે. વાત એવી છે કે, દિલ્હીના ગુરુગ્રામમાં આવેલું એક 120 કરોડની કિંમતનું ફાર્મ હાઉસ ઈડીએ પચાવી પાડયું છે અને તેને પોતાની ઓફિસમાં ફેરવી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફાર્મ હાઉસ બેન્ક ઑફ ઈન્ડિયાના કબજા હેઠળનું હોવાનું સામે આવ્યું છે. હવે આ મુદ્દે બેન્ક ઓફ ઈન્ડિયા કોર્ટના દરવાજે પહોંચી છે.
વાત એવી છે કે, 120 કરોડનું આ ફાર્મ હાઉસ ઈડીએ કોઈપણ માહિતી વગર પચાવી પાડ્યું અને બેન્કને ફિકસમાં મુકી દીધી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાઉથ દિલ્હીના રજોકરી ખાતે આવેલા વિવિધ ફાર્મ હાઉસમાં આ 22 નંબરનું ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ 2.5 એકર જમીનમાં ફેલાયેલું છે. અહીંયા ચારેતરફ દેવદારના વૃક્ષો આવેલા છે. તેમાં વિવિધ રૂમમાં જૂનું ફર્નિચર અને અન્ય વસ્તુઓ પડેલા છે.
ફાર્મહાઉસને ઈડીએ ઝોનલ ઓફિસમાં ફેરવી કાઢ્યું
ઈડીએ બહાર પોતાની કચેરી હોવાનું પાટીયું પણ મરાવી દીધું છે. આ ફાર્મહાઉસને ઈડીએ ગુરુગ્રામ ઝોનલ ઓફિસમાં ફેરવી કાઢ્યું છે. અહીંયા ઈડીએ પૂછપરછ ઓફિસ અને લોક અપ પણ બનાવી દીધા છે. અહીંયા હવે રખડતા ગાય-કુતરાં, બિલાડી જેવા જાનવરો પણ આવતા જતા થઈ ગયા છે. અહીંયા ફાર્મ હાઉસમાં વિશાળ કેન્ટિન બનાવી છે જેમાં ઈડીના કર્મચારીઓ આ રખડતા ઢોર અને જાનવરોને ભોજન કરાવતા ઘણી વખત જોવા મળે છે. આ ફાર્મ હાઉસમાં ઈડીના જ 100થી વધુ કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: વિદેશમાં ભારતની આબરુના ધજાગરાં, 1.5 કરોડની ઉઘરાણી માટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ
ઈડીની ભુલના કારણે પ્રોપર્ટી એનપીએ થઈ ગઈ
ડીઆરટી પહોંચેલા આ કેસમાં હવે કબજા ઉપર સ્ટે આવી ગયો છે. આ મુદ્દે બેન્ક દ્વારા ડીઆરટીમાં ફરીથી અપીલ કરવામાં આવી છે. હવે પંચકુલા કોર્ટમાં પણ બેન્કના વકીલો દ્વારા ફરીથી અરજી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, 2019માં જ માહિતી મળી કે ઈડી દ્વારા આ વેપારી બંસલની સંપત્તી ટાંચમાં લેવામાં આવી હતી. ઈડીએ જ્યારે આ પ્રોપર્ટી ટાંચમાં લીધી તે સમયે આ કાર્મ હાઉસ તો બેન્ક પાસે ગીરવે પડયું હતું.
ઈડીએ કયા ઉદ્દેશથી આ પ્રોપર્ટી જપ્ત કરી હતી તે સ્પષ્ટ થતું નથી. તેના કારણે જ ઈડીએ જપ્ત કયાં બાદ પણ આ પ્રોપર્ટી ન તો બેન્કને સોંપી કે ન તેના વિરુદ્ધ કોઈ પગલાં લીધા. બેન્કે આ ફાર્મ હાઉસની હરાજી પણ કરી નહીં. ઈડીએ તેને પોતાની ઝોનલ ઓફિસ બનાવીને ઉપયોગ શરૂ કરી દીધો. તેના કારણે લોકોના પૈસા વેપારી પાસેથી વસુલવાનું જે આયોજન હતું તે સફળ થયું નહીં. ઈડીની આ ભુલના કારણે આ કાર્મ હાઉસ જેવી કરોડોની પ્રોપર્ટી એનપીએ થઈ ગઈ.
અતુલ બંસલ નામના વ્યક્તિનું ફાર્મહાઉસ હતુ
આ ફાર્મહાઉસનો વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. પીએમએલએના કેસમાં લોનની વસુલી માટે આ -ફાર્મ હાઉસઓ કેસ દિલ્હી કોર્ટમાં ચાલતો હતો તે હવે પંચકુલા કોર્ટમાં પહોંચ્યો છે. આ ફાર્મ હાઉસના કબજા માટે બેન્ક ઓફ ઈન્ડિયા કોર્ટમાં ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ ફાર્મ હાઉસનો મુળ માલિક અતુલ બંસલ નામનો કોઈ વ્યક્તિ છે. રિયલ એસ્ટેટ એન્જટ તરીકે તે કામ કરતો હતો. તેના દ્વારા મનિલોન્ડરિંગ કરાયું હોવાની ધારણાએ ઈડી દ્વારા બંસલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ફાર્મ હાઉસના કબજા માટે બેન્ક ઓફ ઈન્ડિયા કોર્ટમાં ગઈ છે.
અતુલ બંસલનું તો મૃત્યુ થયે ઘણો સમય થયો છે. સૂત્રોના મતે 2004માં અતુલ બંસલ દ્વારા આ ફાર્મ હાઉસ ખરિદવામાં આવ્યું હતું. 2012માં બંસલ દ્વારા અન્ય પ્રોપર્ટીની સાથે આ ફાર્મ હાઉસને પણ 111 કરોડમાં ગીરવે મુકવામાં આવ્યું હતું. 2017માં લોન આપનારી બેન્કે બંસલને ડિફોલ્ટર જાહેર કરીને તેની કંપનીની મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું. અતુલ બંસલની કંપની વિઝડમ રિયલટર્સ દ્વારા આ ટાંચને પડકારવામાં આવી હતી.
આ પણ વાંચો: તિરુપતિ બાદ વધુ એક મંદિરમાં ભેળસેળીયા ઘીનો ઉપયોગ! સરકારની માલિકીની કંપનીથી ખરીદયું હતું
કરોડોની જગ્યા ચાંઉ કરી જવાનો પેંતરો
જાણકારોના મતે ઈડી દ્વારા કરોડોની જગ્યા ચાંઉ કરી જેવાનો પેતરો કરાયો હોય તેમ લાગી રહ્યું છે. સરકારી આદેશો અને વટહુકમોનું ખોટું અર્થઘટન કરીને ઈડી દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે ઈડીની ઝોનલ ઓફિસ ગુરુગ્રામમાં હોવી જોઈએ. તે ઓફિસ નથી, તેના કારણે મોજ મજા કરી શકાય તેવી કરોડોની જગ્યા પચાવી પાડીને તેમાં ઝોનલ ઓફિસ બનાવી દીધી છે.
રાજોકરી ફાર્મ હાઉસની અંદર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દરેકે દરેક બેડરૂમ, લિવિંગરૂમ, વોક ઈન સ્પેસ ઉપર કજબો કરી દેવામાં આવ્યો છે. તેઓ એવો દાવો કરે છે કે, તેની જાણવણી અને સાચવણી મુશ્કેલ છે તેથી તેનો ઉપયોગ કરીને જાળવણી કરવામાં આવે છે.
એક અધિકારીએ મોઘમ એવું પણ સ્વીકારેલું છે કે સરકાર દ્વારા ઈડીને ગુરુગ્રામમાં ઓફિસ ફાળવી આપવામાં આવશે તો પણ આ જગ્યા ઈડી છોડે તેમ લાગતું નથી. આવી વિશાળ જગ્યાને ઈડીના ટ્રેનિંગ સેન્ટરમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. આ સંપત્તીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ઈડી આ જગ્યા છોડે તેમ લાગતું નથી.
કમ્પાઉન્ડમાં કરોડોની કિંમતની ગાડીઓ પડી છે
આ ફાર્મહાઉસમાં કરોડોની કિંમતની ગાડીઓ પણ પડી રહી હોવાનું કહેવામાં આવે છે. એક એક ગાડીની કિંમત કરોડોમાં જાય તેમ છે. અ ઉપરાંત આ ફાર્મહાઉસમાં પ્રાઇવેટ ઇન્ડોર સ્વિમિંગપુલ પણ છે. તે ખસ્તા હાલ થઈ ગયો છે.મોંઘુદાટ ફર્નિચર છે જે સાવ કચરા જેવી સ્થિતિમાં આવી ગયું છે.
આ વાહનો વિશે ઈડીની દલિલ છે કે, તમામ વાહનો ઈડીની જપ્તી હઠળના છે. ઈડી દ્વારા દેશભરના વિસ્તારોમાં દરોડા પાડીને જે ગાડીઓ જપ્ત કરવામાં આવે છે. તે જપ્ત રાખવા જગ્યા ન હોય ત્યારે અન્ય સ્થળે મુકાયા છે. આ ગાડીઓ ઈડી કાર્યાલયે જગ્યા ન હોવાથી ફાર્મ હાઉસમાં મુકાઈ છે. આ ફાર્મ હાઉસમાં વિશાળ લિવિંગરૂમ પણ છે જેને ઈડી દ્વારા ટ્રેઈનિંગ રૂમ બનાવી લેવાયો છે.
આ પણ વાંચો: હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર
સરકારે અમને અધિકાર આપેલો છેઃ ઈડીનો પાંગળો બચાવ
બેન્કના અધિકારમાં રહેલા ફાર્મહાઉસને ખોટી રીતે પચાવી પાડીને પોતાની ઓફિસમાં ફેરવી દેનારા ઈડીના અધિકારીઓ દ્વારા હવે પાંગળો બચાવ કરવામાં આવે છે. અધિકારીઓ જણાવે છે કે, પીએમએલએ કાયદાની કલમ 9 હેઠળ કરેલી જોગવાઈમાં જપ્ત કરેલી સંપત્તી કેન્દ્ર સરકાર પાસે રહે છે.
12 સપ્ટેમ્બર 2023માં નાણા મંત્રાલય દ્વારા એક વટહુકમ કરીને આ વિશે જાહેરાત કરાઈ હતી અને ઈડીને વિશેષ પાવર આપવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, જપ્ત કરેલી સંપત્તી પોતાના કબજામાં લેવાનો, તેને સાચવવાનો અને તેનો નિકાલ ન આવે ત્યાં સુધી વ્યવસ્થાપક તરીકે તેની જાળવણી કરવાનો અધિકાર ઈડી પાસે છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, રજોકરી ફાર્મહાઉસની જેમ ઈડીની આવી અન્ય બે કચેરીઓ છે જે અનુક્રમે રાંચી અને મુંબઈમાં ચાલે જ છે. આ બંને પ્રોપર્ટી પણ જપ્ત કરવામાં આવી હતી. તેમાં કામચલાઉ કચેરી ચલાવાઈ રહી છે. આ બંને પ્રોપર્ટી ઉપર બેન્કોનું લેવું છે કે નહીં તેની કોઈ માહિતી નથી. આ બંને પ્રોપર્ટીના કબજા માટે કોઈ બેન્ક દ્વારા સંપર્ક કરાયો નથી.