ઇડીએ રૂ. 22800 કરોડની સંપત્તિ બેંકો, દાવેદારોને પરત કરી
- કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને આપેલી માહિતી
- ભાગેડું વિજય માલ્યાની 14131.60 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરી દેવામાં આવી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પીડિતો, બેંકો કે યોગ્ય દાવેદારોને ૨૨૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પરત કરી છે તેમ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું છે.
નાણા પ્રધાને જણાવ્યું છે કે આર્થિક અપરાધીઓ વિરુદ્ધની લડાઇ ચાલુ રહેશે. સિતારમને જણાવ્યું છે કે ભાગેડું વિજય માલ્યાની ૧૪૧૩૧.૬૦ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરી દેવામાં આવી છે.
નિરવ મોદીની ૧૦૫૨.૫૮ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) અને ખાનગી બેંકોને પરત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મેહુલ ચોકસીના કેસમાં ૨૫૬૯.૯૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે અને તેની હરાજી કરવામાં આવશે. નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઇએલ) કેસમાં ૧૭.૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ વાસ્તવિક રોકાણકારોને પરત કરી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે પીએમએલએના કેસમાં ઇડીએ મોટા કેસોનીા ૨૨૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સફળતાપૂર્વક પરત કરી છે. અમે કોઇને પણ છોડયા નથી. ભલે તે દેશ છોડીને ભાગી ગયા હોય અમે તેમની પાછળ પડી ગયા છે. ઇડીએ નાણા એકત્ર કરીને બેંકોને પરત કર્યા છે.
વિદેશી સંપત્તિની માહિતી આપનારા કરદાતાઓની સંખ્યા ૨૦૨૧-૨૨માં ૬૦,૪૬૭થી વધીને ૨૦૨૪-૨૫માં બે લાખ રૂપિયા થઇ ગઇ છે.