ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી ED, મની લોન્ડરિંગ મામલે થશે પૂછપરછ

અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 20 જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી ED, મની લોન્ડરિંગ મામલે થશે પૂછપરછ 1 - image

image : Facebook



Jharkhand News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ મની લોન્ડરિંગ (Money Laundering) મામલે તપાસ કરવા સોમવારે સવારે ઝારખંડ (Jharkhand) ના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) ના દિલ્હી નિવાસે પહોંચી ગઇ હતી. ઈડીના અધિકારીઓ હવે સીએમ સોરેનની પૂછપરછ કરી શકે છે. 

મની લોન્ડરિંગ મામલે ચાલી રહી છે તપાસ 

અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 20 જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું. તેના પછી ફરી સમન્સ મોકલાયું હતું કેમ કે તે દિવસે પૂછપરછ થઇ શકી નહોતી. એજન્સીનો દાવો છે કે આ તપાસ ઝારખંડમા માફિયા દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદે રીતે હેરફેર કરવામાં સામેલ એક મોટી ગેંગ સાથે સંકળાયેલો છે. અગાઉ ઈડીએ જમીન ડીલ કૌભાંડમાં 29 થી 31 જાન્યુઆરી વચ્ચે હેમંત સોરેન પાસે પૂછપરછનો સમય માગ્યો હતો. 

મની લોન્ડરિંગ મામલે અત્યાર સુધી 14ની ધરપકડ 

ઈડીએ આ મામલે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી હતી જેમાં 2011 બેચના આઈએએસ અધિકારી છવિ રંજન પણ સામેલ છે. તે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશક તથા રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત હતી.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી ED, મની લોન્ડરિંગ મામલે થશે પૂછપરછ 2 - image

 


Google NewsGoogle News