Get The App

બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 ઠેકાણા પર દરોડા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 ઠેકાણા પર દરોડા 1 - image


Image Source: Twitter

ED Raids 17 Locations In Jharkhand and West Bengal: EDએ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે તપાસ શરૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ માટે આ કેસમાં 17 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ દરોડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પાડવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડ ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમિત શાહે ફરી બાંગ્લાદેશી ઘૂસણખોરોની રાજ્યમાં હાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે આજે એક દિવસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા છે. EDએ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.

બંને પાડોસી રાજ્યોમાં કુલ 17 ઠેકાણાએ સર્ચ ઓપરેશન 

તપાસ એજન્સીના ઝારખંડ કાર્યાલયના અધિકારીઓ બંને પાડોસી રાજ્યોમાં કુલ 17 ઠેકાણાએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. EDએ ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના એક કેસની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સપ્ટેમ્બરમાં એક કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે, ઘૂસણખોરી અને દાણચોરી દ્વારા ગુનાહિત આવક ઊભી કરવામાં આવી હતી.


એજન્સી દ્વારા PMLA ની વિવિધ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) જુન મહિનામાં રાજધાની રાંચીમાં બરિયાતુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ઝારખંડ પોલીસની એક FIR પર આધારિત છે.

આ પણ વાંચો: કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સંવેદનશીલ, હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ

ભાજપનો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્ય સરકાર પર એવી ઘૂસણખોરીને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે, જેનાથી આદિવાસી બહુલ સંથાલ પરગના અને કોલ્હાન ક્ષેત્રોના વસ્તી વિષયક લેન્ડસ્કેપમાં બદલાવ આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓનું કહેવું છે કે, આમાં રાજ્ય સરકારનો હાથ છે અને તે આવી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રકારની ઘૂસણખોરી એટલા માટે કરવામાં આવી રહી છે કે જેથી ઝારખંડની ડેમોગ્રાફીમાં ફેરફાર કરી નાખવામાં આવે અને તેનો ફાયદો ચૂંટણીમાં ઉઠાવી શકાય. 

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે એટલે કે બુધવારે 43 બેઠકો પર મતદાન થવાનું છે. તેમજ, પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.


Google NewsGoogle News