Get The App

ઝારખડમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ ઇડીના દરોડા

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ઝારખડમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ ઇડીના દરોડા 1 - image


- બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી અંગે મની લોન્ડરિંગ તપાસ

- નકલી આધાર કાડ-પાસપોર્ટ, ગેરકાયદે શસ્ત્રો, મિલકતોના દસ્તાવેજો, રોકડ, જ્વેલરી, પ્રિન્ટિંગ પેપર અને મશીનરી જપ્ત

રાંચી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બાંગ્લાદેશી નાગરિકોની કથિત ગેરકાયદેસર ઘુષણખોરીથી જોડાયેલ મની લોન્ડરિંગની તપાસના સંબધમાં પશ્ચિમ બંગાળ અને ચૂંટણીવાળા રાજ્ય ઝારખંડમાં મંગળવારે અનેક સ્થળોએ દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ફેડરલ તપાસ એજન્સીના ઝારખંડ કાર્યાલયના અધિકારીઓ બંને પાડોશી રાજ્યોમાં કુલ ૧૭ સ્થળોએ તપાસ કરી રહ્યાં છે. 

ઇડીએ ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂષણખોરી અને દાણચોરીના એક કેસની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ સપ્ટેમ્બરમાં કેસ દાખલ કર્યો હતો. આરોપ મુજબ ઘૂષણખોરી અને દાણચોરીથી ગુનાહિત આવકનું સર્જન કરવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન રાજ્ય સરકાર પર એવી ઘૂષણખોરીને વેગ આપવાનો આરોપ મૂક્યો છે કે જેનાથી આદિવાસી બહુમતીવાળા સંથાલ પરગના અને કોલ્હાલ ક્ષેત્રોના જનસાંખ્યિક પરિદશ્યમાં ફેરફાર થયો છે. 

તપાસ એજન્સી દ્વારા પીએમએલએની વિભિન્ન કલમો હેઠળ દાખલ ઇસીઆઇઆર  જૂનમાં પાટનગર રાંચીમા બરિયાતુ પોલીસ સ્ટેશનમાં દાખલ ઝારખંડ પોલીસની એક એફઆઇઆર પર આધારિત છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો પર બુધવારે મતદાન થશે જ્યારે બીજા તબક્કા હેઠળ ૩૮ બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. 

એક બાંગ્લાદેશી મહિલાની ફરિયાદને આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે નોકરીની શોધમાં દલાલોની મદદથી તે ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી હતી. તેણે આરોપી તરીકે છ મહિલાઓના આપ્યા હતાં. આ મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 

દરોડા દરમિયાન નકલી આધાર કાર્ડ, નકલી પાસપોર્ટ, ગેરકાયદે શસ્ત્રો, સ્થિર મિલકતોના દસ્તાવેજો, રોકડ, જ્વેલરી, પ્રિન્ટિંગ પેપર અને મશીનરી જપ્ત કરવામાં આવી હતી. 

ઇડીના દરોડા અંગે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના પ્રવક્તા મનોજ પાંડેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઝારખંડમાં મતદાનના એક દિવસ પહેલા ઇડીના દરોડા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે. 

ભાજપ ચૂંટણીમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને મુદ્દો બનાવી રહી છે. ભાજપ પોતાના મિશનમાં સફળ થશે નહીં અને તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે.


Google NewsGoogle News