બેંકો સાથે કૌભાંડ મુદ્દે ઇડીના ગુજરાત, યુપી, હરિયાણામાં દરોડા

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
બેંકો સાથે કૌભાંડ મુદ્દે ઇડીના ગુજરાત, યુપી, હરિયાણામાં દરોડા 1 - image


- સપા નેતાની કંપની સામે કાર્યવાહી 

- રૂ. 750 કરોડની છેતરપિંડી : અમદાવાદ, લખનઉ, ગોરખપુર, ગુરુગ્રામમાં તપાસ કરાઇ 

નવી દિલ્હી : ઇડીએ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં દરોડા પાડયા હતા. ૭૫૦ કરોડ રૂપિયાના બેંક લોનના ફ્રોડમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. રોડ કન્સ્ટ્રક્શન અને ટોલ પ્લાઝાના સંચાલન સાથે સંકળાયેલી કંપની સામે કાર્યવાહી ચાલી રહી છે.

ઇડીએ ગંગોત્રી એન્ટરપ્રાઇઝિસને લઇને આ દરોડા પાડયા હતા. આ કંપનીમાં  સપાના નેતા વિનય શંકર તિવારી, રિટા તિવારી અને અજીત પાંડે મુખ્ય પ્રમોટર્સ છે. વિનય શંકર તિવારી ગોરખપુરમાં પ્રખ્યાત નેતા અને પૂર્વ મંત્રી સ્વ. હરી શંકર તિવારીના પુત્ર છે. વિનય શંકર પહેલા બસપામાં હતા બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. 

વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન આશરે ૭૫૦ કરોડ રૂપિયાના લોન ફ્રોડમાં આ તપાસ હાથ ધરાઇ રહી છે. ઇડીએ ઉત્તર પ્રદેશના લખનઉ, ગોરખપુર અને નોઇડામાં દરોડા પાડયા હતા. જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં તપાસ કરવામાં આવી હતી. તેવી જ રીતે હરિયાણાના ગુરુગ્રામમાં ઇડીની ટીમ પહોંચી હતી. ગંગોત્રી નામની કંપની રોડ બાંધકામ તેમજ ટોલ પ્લાઝાને ઓપરેટ કરવાનું કામ સંભાળે છે. આ ઉપરાંત અન્ય સરકારી કોન્ટ્રાક્ટ સાથે પણ સંકળાયેલી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીની ૭૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ હતી.  


Google NewsGoogle News