Get The App

મુંબઈમાં હીરાનંદાની ગ્રુપ પર ED ત્રાટકી, 24 ઠેકાણે તપાસ હાથ ધરાઈ

અગાઉ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ગ્રૂપના 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા

મહુઆ મોઈત્રાના 'કેશ ફોર ક્વેરી' કેસમાં હિરાનંદાની ગ્રૂપ પણ ચર્ચામાં આવ્યું હતું

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં હીરાનંદાની ગ્રુપ પર ED ત્રાટકી, 24 ઠેકાણે તપાસ હાથ ધરાઈ 1 - image


ED Raids Hiranandani Group : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ આજે મુંબઈમાં હિરાનંદાની ગ્રૂપની મુખ્ય ઓફિસ અને અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. કેન્દ્રીય એજન્સીએ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બિઝનેસ જૂથ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 

ઈડીએ અગાઉ પણ ગ્રૂપના 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા

ઈડી દ્વારા આ દરોડા મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોરમાં પાડવામાં આવ્યા હતી, જેમાં ગ્રૂપના ડાયરેક્ટરોના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. નાણાકીય ગેરરીતિના આરોપસર આ દરોડો પાડવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે EDએ હિરાનંદાની ગ્રૂપ વિરુદ્ધ દરોડા પાડ્યા હોય. અગાઉ 2022માં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ગ્રૂપના 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

'કેશ ફોર ક્વેરી' કેસમાં હિરાનંદાની ગ્રૂપ પણ ચર્ચામાં આવ્યું હતું

તૃણમૃલના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાના 'કેશ ફોર ક્વેરી' કેસમાં હિરાનંદાની ગ્રૂપ પણ ચર્ચામાં આવ્યું હતું. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને કરેલી લેખિત ફરિયાદમાં મહુઆ મોઇત્રા પર તેમના વતી સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટ લેવાનો આરોપ લગાવ્યો હતો. દર્શન હિરાનંદાની નિરંજન હિરાનંદાનીના પુત્ર છે અને હાલમાં હિરાનંદાની ગ્રુપના CEO છે.

મુંબઈમાં હીરાનંદાની ગ્રુપ પર ED ત્રાટકી, 24 ઠેકાણે તપાસ હાથ ધરાઈ 2 - image


Google NewsGoogle News