Get The App

ઈડીનો સપાટો, પંજાબ, હરિયાણા અને હિમાચલમાં 18થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન

હરિયાણાની ઘણી રિયલ એસ્ટેટ સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ ઈડીના રડારમાં પર છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ઈડીનો સપાટો, પંજાબ, હરિયાણા અને હિમાચલમાં 18થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન 1 - image


ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા આજે સવારે પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA)માં ખોટા રિફંડ લેવાના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમો ચંદીગઢ, મોહાલી અને પંચકુલા અને હિમાચલ પ્રદેશમાં પણ દરોડા પાડી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડીની ટીમે 18 વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.  આ દરોડા હુડામાં કથિત રૂ. 70 કરોડના નકલી રિફંડ કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. હુડા હવે ‘હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી’ તરીકે ઓળખાય છે. હુડાના ઓછામાં ઓછા છ અધિકારીઓ ઈડીના રડાર પર છે.

ઈડી દ્વારા ઘણાં પ્રોપર્ટી ડીલરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમ પંચકુલાના સેક્ટર 20માં દરોડા પાડી રહી છે. 2015થી 2019 દરમિયાન ખોટી રીતે નાણાં એકત્ર કરવાને કારણે કરોડો રૂપિયાના રિફંડ કૌભાંડનો મામલો છે.


Google NewsGoogle News