Get The App

ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતને ત્યાં ED ત્રાટકી; અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી

હરક સિંહ રાવત 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતને ત્યાં ED ત્રાટકી; અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી 1 - image

image : Twitter



ED Raid on Harak Singh Rawat | એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં વધારે સક્રિય થઇ હોય તેમ એક પછી એક જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં મની લોન્ડરિંગના કેસમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા હરક સિંહ 

ઉલ્લેખનીય છે કે હરક સિંહ રાવતે 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ છોડી દીધો હતો અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એવું મનાય છે કે ઈડીની તપાસ રાજ્યના કોર્બેટ ટાઈગર રિઝર્વમાં કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત હતી. 

દહેરાદૂનમાં હરક સિંહના નિવાસે પહોંચી ઇડીની 

માહિતી અનુસાર ઈડીની ટીમે દહેરાદૂનમાં ડિફેન્સ કોલોની ખાતે આવેલા હરક સિંહ રાવતના નિવાસે દરોડાની કાર્યવાહી કરી હતી. તેમના નજીકનાઓના ઘર-ઓફિસો પણ દરોડા પડાયા હતા. અગાઉ ઓગસ્ટ 2023માં વિઝિલન્સ વિભાગે પણ હરક સિંહ રાવત સામે કાર્યવાહી કરી હતી.

ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતને ત્યાં ED ત્રાટકી; અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી 2 - image


Google NewsGoogle News