પંજાબમાં લિકર કૌભાંડ મામલે EDની કાર્યવાહી, મોહાલીમાં AAP ધારાસભ્ય કુલવંત સિંહના ઘરે દરોડા
અગાઉ EDએ CM કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા
ED raided residence of AAP MLA Kulwant Singh : દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી મોહાલીમાં ચાલી રહી છે.
#WATCH | Punjab: Enforcement Directorate conducts raids at the premises of AAP MLA Kulwant Singh in Mohali, in connection with the liquor scam in Delhi and Punjab. pic.twitter.com/UO63k1WsKH
— ANI (@ANI) October 31, 2023
અગાઉ EDએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું
દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય કુલવંત સિંહ (Kulwant Singh)ના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ આ કાર્યવાહી પંજાબના મોહાલીમાં ચાલી રહી છે. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Excise Policy Case) સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સમન્સ મોકલ્યું હતું અને EDએ મુખ્યમંત્રીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.
કેન્દ્ર સરકાર નકલી કેસો બનાવી રહી છે : AAP
આ બાદ આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે AAPને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને AAPને ખતમ કરવા માંગે છે.
શું છે લિકર પોલિસી મામલો ?
2021ની 22મી માર્ચે મનીષ સિસોદિયા (Manish Sisodia)એ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર-2021ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે 28 જુલાઈ 2022માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી....