આર.જી. કર હોસ્પિટલ દુષ્કર્મ કાંડઃ હવે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ, CBI બાદ EDના દરોડા

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
આર.જી. કર હોસ્પિટલ દુષ્કર્મ કાંડઃ હવે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ, CBI બાદ EDના દરોડા 1 - image


ED Raid In TMC MLA Sudipto Roy Residence: કોલકાતાની સરકારી હોસ્પિટલ આર.જી. કરકૌભાંડ મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્ય સુદીપ્તો રોય પર સંકજો કસવામાં આવી રહ્યો છે. EDના અધિકારીઓએ તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ અગાઉ CBIના અધિકારીઓએ આર.જી. કર દુષ્કર્મ અને હત્યા મામલે રોયની પૂછપરછ કરી હતી. 

શ્રીરામપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સુદીપ્તો રોય એક ડોક્ટર પણ છે. આ અગાઉ શુક્રવારે બપોરે CBI અધિકારીઓની એક ટીમ કોલકાતાના ઉત્તરી છેડે સ્થિત સિંથી વિસ્તારમાં રોયના નિવાસસ્થાને પહોંચી હતી અને કેસની તપાસના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી.

બીજી તરફ કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડોક્ટર સાથે રેપ અને હત્યા મામલે આંદોલનકારી જુનિયર ડોક્ટરો અને સીએમ મમતા બેનર્જી વચ્ચે વાતચીતનો પાંચમો અને અંતિમ રાઉન્ડ યોજાયો હતો. મમતા સરકારે ડોક્ટરોની પાંચ માગણીઓમાંથી ત્રણ માગ સ્વીકારી લીધી છે. મમતા બેનરજીએ કોલકાતા પોલીસ કમિશનર સહિત રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને હટાવવાની માગણી સ્વીકારી લીધી છે.

બીજી તરફષ મમતા બેનરજી સાથેની મુલાકાત બાદ આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારી તમામ માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે આર.જી. કર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી થશે. આંદોલનકારીઓએ કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને હટાવવા એ અમારી નૈતિક જીત છે. તેમણે એમ પણ કહ્યું કે અમે મંગળવારે સુનાવણી બાદ એક બેઠક યોજીશું અને પોતાનું કામ બંધ કરવા અંગે વિરોધ પ્રદર્શન પર નિર્ણય કરીશું. 




Google NewsGoogle News