Get The App

ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારીની આત્મહત્યા, રેલવે ટ્રેક પર મૃતદેહ મળતાં ખળભળાટ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારીની આત્મહત્યા, રેલવે ટ્રેક પર મૃતદેહ મળતાં ખળભળાટ 1 - image


Alok Kumar Ranjan Commits Suicide: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેહનાત એક ઓફિસરે આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED ઓફિસર આલોક કુમાર રંજન (Alok Kumar Ranjan)એ આપઘાત કરી લીધો છે. તેમનો મૃતદેહ એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. આ ઓફિસર કથિત ભ્રષ્ટાચાર સાથે સબંધિત એક કેસમાં ED અને CBIની તપાસના દાયરામાં હતો. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહની 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં CBIએ 7 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.

આ દરમિયાન CBIએ કહ્યું હતું કે, એક ફરિયાદીએ દાવો કર્યો છે કે, સંદીપ સિંહે તેના દીકરાની ધરપકડ ન કરવા બદલ 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. CBIએ સંદીપને 50 લાખ રૂપિયાની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરથી ધરપકડ કરી હતી.

આરોપ છે કે, સંદીપ સિંહ મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લઈ રહ્યો હતો. આ જ જ્વેલરને ત્યાં EDએ દરોડા પાડ્યા હતા, જ્યારે સંદીપ એ ટીમનો હિસ્સો હતો. FIRમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો અને એ જ FIRમાં ED ઓફિસર આલોક કુમાર રંજનનું પણ નામ હતું. 

આ કેસ બાદ સંદીપ સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ EDએ CBIની FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. 


Google NewsGoogle News