Get The App

ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ! 40 કલાક બાદ સામે આવ્યા હેમંત સોરેન, ધારાસભ્યોની બેઠક બોલાવી, પત્ની બની શકે છે CM

અગાઉ 20 જાન્યુઆરીએ મુખ્યમંત્રીની પૂછપરછ કરવામાં આવી હતી

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ! 40 કલાક બાદ સામે આવ્યા હેમંત સોરેન, ધારાસભ્યોની બેઠક બોલાવી, પત્ની બની શકે છે CM 1 - image


Jharkhand CM hemant Soren Untraceable : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. EDની ટીમને અહીં સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે EDની ટીમે દિલ્હી સ્થિત ઘરેથી 36 લાખ કેશ અને તેમની BMW કારને જપ્ત કરી લીધી હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર હરિયાણાના નંબરની છે.

40 કલાક બાદ સામે આવ્યા હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મંગળવારે અંદાજિત 40 કલાક બાદ રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ED કથિત જમીન કૌભાંડ કેસથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ED અત્યાર સુધી 10 સમન્સ જાહેર કરી ચૂક્યું છે. ચર્ચા છે કે, ED, હેમંતની ધરપકડ કરી શકે છે. તેનીથી બચવા માટે સોરેન કાયદાકીય રસ્તાઓ શોધી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે, ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતૃત્વ વાળી સરકારને ઘેરવાનું શરૂ કરું દીધું છે ત્યાં સુધી કે હેમંતના ગાયબ થવાના પોસ્ટર શેર કર્યા અને ઈનામની પણ જાહેરાત કરી દીધી હતી.

મુખ્યમંત્રી સોરેન સામે આવતા જ બોલ્યા- 'હું તમારા દિલમાં હતો'

કેટલીક કલાકો સુધી ગાયબ રહ્યા બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ આટલા કલાક સુધી ક્યાં ગાયબ હતા? જેના પર તેમણે કહ્યું કે, તમારા દિલમાં હતો, પછી શું તકલીફ છે. કોઈને તકલીફ છે? શું સવાલ છે, તેનો શું મતલબ છે?

કલ્પના સોરેન બની શકે છે ઝારખંડના મુખ્યમંત્રી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર EDની કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે આજે JMMના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ હાજર રહી. સૂત્રોના અનુસાર, જો મુખ્યમંત્રી સોરેનની ધરપકડ થશે તો તેમની પત્ની રાજ્યની આગામી મુખ્યમંત્રી બની શકે છે. મહત્વનું છે કે, 31 જાન્યુઆરીએ ED મુખ્યમંત્રી સોરેનની પૂછપરછ કરશે.

ઝારખંડમાં 7000 વધારે પોલીસ કર્મીઓ તૈનાત

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર EDની તપાસ થયા બાદ ઉભી થયેલી રાજકીય સ્થિતિને ધ્યાને રાખતા રાજ્યના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે આજે મુલાકાત કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. પોલીસ અધિકારી અજય કુમાર સિંહે જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યભરમાં મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે અને 7000 વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.

મહત્વનું છે કે, હેમંત સોરેનને 31 જાન્યુઆરીએ ED સમક્ષ રજૂ થવાનું છે EDની પૂછપરછ પહેલા હેમંતના સાથી ધારાસભ્યોની સાથે આગળના ઘટનાક્રમમાં વાતચીત કરી રહ્યા છે હેમંત ધારાસભ્યોની સલાહ પણ લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હેમંત આગામી વિકલ્પ શોધી રહ્યા છે. 

હેંમત સોરેન EDની કાર્યવાહીના ડરથી ફરાર થઈ ગયા : ભાજપ

EDની ટીમે સાવચેતીના પગલે હેમંત સોરેન (Hemant Soren)ને લઈને એરપોર્ટ પર એલર્ટ પણ આપ્યું છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પોતાના સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રીના આવાસ પર પહોંચી રહ્યા છે. હેમત સોરેન 27 જાન્યુઆરીએ રાંચીથી દિલ્હી જવા રવાના થયા હતા. તેમની પાર્ટીએ સોમવારે કહ્યું હતું કે, 'સોરેન અંગત કામ માટે ગયા હતા અને ટૂંક સમયમાં રાંચી પરત ફરશે.' જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઝારખંડ યુનિટે સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ડરથી ફરાર થયા. ઝારખંડ ભાજપે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને આ બાબતે સંજ્ઞાન લેવા વિનંતી કરી અને કહ્યું કે, 'ઝારખંડની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા દાવ પર છે.'

અગાઉ EDએ હેમંત સોરેનના ઘરે પૂછપરછ કરી હતી

અગાઉ 20 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રીની પૂછપરછ કરવા માટે રાંચી પહોંચી હતી. આ મહિનાની શરૂઆતમાં, સોરેને કેન્દ્રીય એજન્સીને પત્ર લખ્યો હતો કે તે જમીન કૌભાંડ કેસમાં તેમનું નિવેદન પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર નોંધી શકે છે. EDએ 13 જાન્યુઆરીએ સોરેનને આઠમું સમન્સ પાઠવીને તેમને 16 થી 20 જાન્યુઆરી વચ્ચે હાજર રહેવા જણાવ્યું હતું.

ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ! 40 કલાક બાદ સામે આવ્યા હેમંત સોરેન, ધારાસભ્યોની બેઠક બોલાવી, પત્ની બની શકે છે CM 2 - image


Google NewsGoogle News