ચંદ્રબાબુ નાયડુને મોદી સરકારની ભેટ, 371 કરોડના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ઈડીની ક્લિનચીટ
ED gives clean chit to Chandrababu Naidu : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત મળી છે. ઈડી(Enforcement Directorate)એ 371 કરોડના સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડમાં ક્લીનચીટ આપી દીધી છે.
અગાઉ નાયડુની ધરપકડ કરવામાં આવી હતી
ગયા વર્ષે જગન મોહન રેડ્ડીની સરકારે આ કથિત કૌભાંડને લઈને CID તપાસ કરાવી હતી. જેના આધારે નાયડુની ધરપકડ કરવામાં આવી હતી. અને નાયડુએ 50 દિવસ વધુ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા હતા. જો કે તેમને 31 ઓક્ટોબર, 2023 ના રોજ જામીન મળી ગયા હતા. અહેવાલોના જણાવ્યા અનુસાર, ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જશીટમાં નામાંકિત ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યની 23.5 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે.
ED, Hyderabad has provisionally attached immovable and movable properties amounting to Rs. 23.54 Crore under the provisions of the PMLA, 2002 in a case relating to misuse of funds in the Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) Siemens Project. The said project…
— ED (@dir_ed) October 15, 2024
તપાસમાં શું સામે આવ્યું?
કેન્દ્રીય એજન્સીની તપાસ અનુસાર, કંપનીના MD વિકાસ વિનાયક ખાનવેલકર, સૌમ્યાદ્રી શેખર બોઝ, જેને સુમન બોઝ (સીમેન્સ ઈન્ડસ્ટ્રી સોફ્ટવેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ MD) તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમના સહયોગી સુરેશ ગોયલ અને મુકુલ ચંદ્ર અગ્રવાલે કથિત રૂપે માલસામાન અથવા સેવાઓના પુરવઠાની આડમાં શેલ કંપનીઓ અથવા નિષ્ક્રિય સંસ્થાઓ દ્વારા બહુ-સ્તરીય વ્યવહારો દ્વારા સરકારી ભંડોળને ડાયવર્ટ કરવા માટે નકલી ઇન્વૉઇસનો ઉપયોગ કર્યો હતો.
નાયડુનો કોઈ સંબંધ નથી!
જો કે, એજન્સીએ જણાવ્યું હતું કે, સિમેન્સ સાથેની ભાગીદારીમાં સ્કીલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભંડોળના કથિત દુરુપયોગ સાથે નાયડુનો કોઈ સંબંધ નથી.