Get The App

કેજરીવાલને હવાલા સાથે ડાયરેક્ટ લિંક નથી, પરંતુ...' EDએ દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો જવાબ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
કેજરીવાલને હવાલા સાથે ડાયરેક્ટ લિંક નથી, પરંતુ...' EDએ દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો જવાબ 1 - image


Image Source: Twitter

Delhi Liquor Policy Case: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. EDએ પોતાનો જવાબ દાખલ કરતા કેજરીવાલની મુક્તિનો વિરોધ કર્યો છે. કેજરીવાલે આ કેસમાં ધરપકડને પડકારવાની સાથે-સાથે વચગાળાની રાહત તરીકે મુક્ત કરવાની પણ માગ કરી હતી. છેલ્લી સુનાવણીમાં કોર્ટે EDને 2 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. હવે દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.

EDએ કહ્યું કે કેજરીવાલને પોતાની કસ્ટડી પર સવાલ ઉઠાવવાનો પોતાનો અધિકાર ત્યારે યાદ આવ્યો જ્યારે EDએ કોર્ટ પાસેથી તેમની કસ્ટડી ન માગી. આવી સ્થિતિમાં કેજરીવાલ હવે એવો દાવો ન કરી શકે કે, તેમની કસ્ટડી ગેરકાયદેસર છે. EDનું કહેવું છે કે કસ્ટડી અંગે ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ સાથે જ પીએમએલએ હેઠળ અમે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.

કેજરીવાલે લાંચ માગી તેના પુરાવા છે: ED

પોતાની પાસે રહેલી સામગ્રીના આધાર પર ED પાસે એ માનવાનું કારણ છે કે કેજરીવાલ મની લોન્ડરિંગના ગુનામાં દોષિત છે. કેજરીવાલ લીકર પોલીસી કૌભાંડના કિંગપિન અને મુખ્ય સૂત્રધાર છે. EDએ પોતાના જવાબમાં લખ્યું છે કે અરવિંદ કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લીકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને તે પોલિસીમાં લાભ આપવાના બદલામાં દારૂના ધંધાર્થીઓ પાસેથી લાંચ માંગવામાં પણ સામેલ હતા.

લીકર પોલિસી બનાવવામાં સામેલ હતા કેજરીવાલ

EDએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે આ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી ગોવા ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. આ સાથે જ તપાસ એજન્સીએ પોતાનાજવાબમાં એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ લીકર પોલિસી 2021-22ની રચનામાં સીધી રીતે સામેલ હતા.

'સાઉથ ગ્રુપને ફાયદો પહોંચાડવાના હેતુથી લીકર પોલિસી તૈયાર કરાઈ'

બીજી તરફ EDએ પોતાના જવાબમાં એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપને આપવામાં આવતા લાભોને ધ્યાનમાં રાખીને આ લીકર પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની રચના વિજય નાયર, મનીષ સિસોદિયા અને સાઉથ ગ્રુપના સદસ્ય પ્રતિનિધિઓની મિલીભગતથી કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે લીકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચની માગણી કરી હતી.

તેમને કૌભાંડની જાણ હતી: ED

અહીં નોંધનીય વાત એ છે કે EDએ હાઈકોર્ટને જણાવ્યું કે કેજરીવાલે હવાલાથી કોઈ ડાયરેક્ટ લિંક નથી પરંતુ EDએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ પુરાવા જે કૌભાંડમાં તેમની ભૂમિકા દર્શાવે છે તે એ છે કે તેઓ ષડયંત્ર વિશે તેમને જાણ હતી. 

કેજરીવાલ માટે દલાલી કરતા હતા વિજય નાયર

ED દ્વારા કહેવામાં આવ્યું કે, વિજય નાયર અરવિંદ કેજરીવાલના ખૂબ નજીકના સહયોગી છે. વિજય નાયરની દિલ્હી આબકારી વિભાગ કે દિલ્હી સરકારમાં કોઈ ભૂમિકા નહોતી. તેઓ તો લાંચ લેવા માટે AAPના ટોચના નેતાઓ (ખાસ કરીને અરવિંદ કેજરીવાલ) વતી દલાલીનું કામ કરતા હતા.

એક કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સોમવારે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલને તેમની ED કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન EDએ કોર્ટ પાસે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરતા કહ્યું કે, પૂછપરછ દરમિયાન મુખ્યમંત્રીએ બિલકુલ સહયોગ નથી કર્યો. 


Google NewsGoogle News