સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ, આર્યન ખાનના કારણે આવ્યા હતા ચર્ચામાં

- સમીર વાનખેડે વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ, આર્યન ખાનના કારણે આવ્યા હતા ચર્ચામાં 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર

ED Registers Case Sameer Wankhede: EDએ આજે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. EDએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે.

સમીર વાનખેડે આર્યન ખાનના કારણે આવ્યા હતા ચર્ચામાં

બીજી તરફ ED આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો NCB સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે. EDએ એ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા. 

CBIએ લાંચ લેવા મામલે દાખલ કર્યો હતો કેસ

મે 2003માં CBIએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સના કેસમાં ફસાવવાના એવેજમાં કથિત રીતે રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપમાં FIR નોંધી હતી. આ તમામ લોકો પર લાંચના પ્રથમ હપ્તા તરીકે 50 લાખ રૂપિયા લેવાનો આરોપ હતો. કેસ નોંધ્યા બાદ CBIએ 29 ઠેકાણે દરોડા પાડ્યા હતા.

CBIની FIR પર સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

ત્યારબાદ સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં FIR રદ કરવાની સાથે કાર્યવાહીની વચગાળાની સુરક્ષાની માંગ કર હતી. બીજી તરફ હવે આ જ FIRને આધાર બનાવતા EDએ વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.

EDની કાર્યવાહી પર વાનખેડેનું રિએક્શન

સમીર વાનખેડેએ CBIની FIR વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ કાર્યવાહીથી સુરક્ષાની માંગણી કરી હતી. આવી જ રીતે વાનખેડેએ ED કેસ સામે પણ આવી જ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED કેસમાં રાહતની માંગ કરતા વાનખેડેએ હાઇકોર્ટ સમક્ષ પોતાની અરજીમાં કહ્યું છે કે વર્ષ 2023માં નોંધાયેલી CBIની FIR અને ECIR પર EDની આ અચાનક કાર્યવાહી વેર અને દ્વેષની નિશાની છે.



Google NewsGoogle News