Get The App

દિલ્હીમાં AAP ધારાસભ્યના ઠેકાણા પર EDના દરોડા, વક્ફ બોર્ડ ભરતી મામલે કરવામાં આવી કાર્યવાહી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં AAP ધારાસભ્યના ઠેકાણા પર EDના દરોડા, વક્ફ બોર્ડ ભરતી મામલે કરવામાં આવી કાર્યવાહી 1 - image


Image Source: Twitter

-  CBIની FIR અને દિલ્હી પોલીસની ફરિયાદો આપ ધારાસભ્ય વિરુદ્ધ EDની કાર્યવાહીનો આધાર બની છે

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી 2024, મંગળવાર

EDએ આ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં ચારથી પાંચ ઠેકાણા પર સર્ચ હાથ ધર્યું હતું. AAP ધારાસભ્ય વિરુદ્ધ EDની આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ભરતીમાં કથિત અનિયમિતતા સાથે સબંધિત મામલે કરવામાં આવી છે. 

AAP ધારાસભ્યના ત્રણ સહયોગીઓની પણ થઈ ચૂકી છે ધરપકડ

મની લોન્ડરિંગ મામલે AAP ધારાસભ્યના ચાર-પાંચ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ EDએ AAP ધારાસભ્યના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ મામલે અમાનતુલ્લા ખાનના ત્રણ કથિત સહયોગીઓની પણ ED દ્વારા નવેમ્બર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે, અમાનતુલ્લા ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીમાંથી નાણાં એકત્ર કરવાનો અને તેના સહયોગીઓના નામ પર સંપત્તિ ખરીદવા માટે રોકાણ કર્યું હતું. ખાસ વાત એ છે કે CBIની FIR અને દિલ્હી પોલીસની ફરિયાદો આપ ધારાસભ્ય વિરુદ્ધ EDની કાર્યવાહીનો આધાર બની છે. આ ઉપરાંત દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેમના પર દિલ્હી સરકારની અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. વર્ષ 2018-2022 વચ્ચે આ અપરાધને અંજામ આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News