‘મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના CM ભૂપેશ બધેલને આપ્યા 508 કરોડ રૂપિયા’, EDનો મોટો દાવો

મુખ્યમંત્રી બધેલને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટો દાવો કર્યો

બધેલે તાજેતરમાં જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર સાધ્યું હતું નિશાન

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
‘મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના CM ભૂપેશ બધેલને આપ્યા 508 કરોડ રૂપિયા’, EDનો મોટો દાવો 1 - image

રાયપુર, તા.03 નવેમ્બર-2023, શુક્રવાર

છત્તીસગઢમાં ચૂંટણી ટાણે છત્તીસગઢના મુખ્યમંત્રી EDના સકંજામાં આવી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે ત્રીજી નવેમ્બરે મોટો દાવો કરતા કહ્યું કે, સટ્ટો રમાડતી મહાદેવ એપના પ્રમોટર્સે મુખ્યમંત્રી ભૂપેશ બધેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, એજન્સી વધુ તપાસ કરી રહી છે.

બધેલે કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર સાધ્યું હતું નિશાન

ઉલ્લેખનિય છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી બધેલ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે સતત નિશાન સાંધી રહ્યા છે. તેમણે ગુરુવારે 2 નવેમ્બરે ચૂંટણી પંચને વિનંતી કરતા કહ્યું કે, છત્તીસગઢમાં ઉતરી રહેલા તમામ સ્પેશિયલ પ્લેનોની તપાસ કરવામાં આવે. આખરે ખોખામાં શું ભરીને આવી રહ્યું છે ? દરોડાના નામે આવતી ED અને CRPFના વાહનોની પણ તપાસ કરવામાં આવે. રાજ્યના લોકોને આશંકા છે કે, ચૂંટણીમાં હાર દેખાતી હોવાથી ભાજપ ભરીભરીને નાણાં લાવી રહી છે.


Google NewsGoogle News