મની લોન્ડરિંગનો કેસ કોર્ટમાં વિચારણા હેઠળ હશે તો ઈડી પીએમએલએ હેઠળ ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
મની લોન્ડરિંગનો કેસ કોર્ટમાં વિચારણા હેઠળ હશે તો ઈડી પીએમએલએ હેઠળ ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ 1 - image


Supreme Court on PMLA And Direct to ED:  સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના મની લોન્ડરિંગને લગતા એક કેસમાં મહત્ત્વણી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘વિશેષ અદાલતે મની લોન્ડરિંગની ફરિયાદ વિચારણા હેઠળ લીધી હોય તો, ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ મળેલી ફરિયાદોનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ ના કરી શકે. આ માટે ઈડીએ વિશેષ અદાલતમાં અરજી કરીને ધરપકડની મંજૂરી લેવી પડશે.’ 

સમન્સ પર કોર્ટમાં હાજર થયેલા આરોપીને કસ્ટડીમાં ગણી શકાય નહીં

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય આકા અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે પીએમએલએ કાયદાની વ્યાખ્યા કરતા કહ્યું કે, ‘જો કલમ 44 હેઠળ ફરિયાદના આધારે પીએમએલએની કલમ 4 હેઠળ ગુનાની નોંધ લેવાઈ છે, તો ઈડી આરોપીની ધરપકડ કરવા કલમ 19 હેઠળની સત્તાનો ઉપયોગ નહીં કરી શકે.’

આ ઉપરાંત બેન્ચે એમ પણ કહ્યું કે, 'જો આરોપી સમન્સનું પાલન કરવા માટે વિશેષ કોર્ટમાં હાજર થયો હોય, તો એવું ન માની શકાય કે તે કસ્ટડીમાં છે. આ સિવાય જો આરોપી સમન્સ બાદ કોર્ટમાં હાજર થયો હોય તો તેને જામીન માટે અરજી કરવાની જરૂર નથી અને PMLA એક્ટની કલમ 45ની બેવડી શરત તેના પર લાગુ થશે નહીં.' 

આરોપીને વોરંટ નહીં પણ સમન્સ જારી કરવું જોઈએ

આ અંગે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે 'આરોપીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવી શકાય છે, પરંતુ તેણે તેની મુક્તિ માટે જામીનની શરતો પૂરી કરવી પડશે. જો ED ફરિયાદ દાખલ થાય ત્યાં સુધી આરોપીની ધરપકડ ન કરે, તો કોર્ટે કલમ 44 હેઠળ ફરિયાદ ધ્યાને લઈને આરોપીને વોરંટ નહીં પણ સમન્સ જારી કરવું જોઈએ.' 

આ સિવાય જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે 'અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટ માત્ર ત્યારે જ અટકાયતની મંજૂરી આપી શકે છે જો તે સંતુષ્ટ હોય કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે, ભલે આરોપીની કલમ 19 હેઠળ ક્યારેય ધરપકડ કરવામાં ન આવી હોય. આ અરજી હેઠળ સુપ્રીમ કોર્ટને પૂછવામાં આવ્યું હતું કે, શું સીઆરપીસીની કલમ 88 હેઠળ કોર્ટમાં તેની હાજરી બતાવવા આરોપી દ્વારા બોન્ડ અમલમાં મૂકવો જરૂરી છે?

મની લોન્ડરિંગનો કેસ કોર્ટમાં વિચારણા હેઠળ હશે તો ઈડી પીએમએલએ હેઠળ ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ 2 - image


Google NewsGoogle News