VIDEO : રાયપુરમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર પહોંચી ED, સમન્સ આપી પૂછ્યું, ‘રાજીવ ભવન બનાવવા ક્યાંથી નાણાં આવ્યા?’
Chhattisgarh News : એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ED)ની ટીમે છત્તીસગઢ સ્થિત રાયપુરમાં કોંગ્રેસના હેડક્વાર્ટર પર દરોડો પાડ્યો છે. અહીં રાજીવ ગાંધી ભવનમાં પહોંચેલા ઈડીના ચાર અધિકારીઓએ કોંગ્રેસ પ્રભારી મહામંત્રી (સંગઠન) મલકીત સિંહ ગૈદુ સાથે વાતચીત કરી સમન્સ પાઠવ્યું છે. ઈડીએ કોંગ્રેસ દ્વારા સુકમા જિલ્લામાં નિર્માણ કરાયેલા રાજીવ ભવન (કોંગ્રેસ જિલ્લા કાર્યાલય) મુદ્દે આ કાર્યવાહી કરી છે. કોંગ્રેસના મહામંત્રીએ 27 ફેબ્રુઆરી સુધીમાં માહિતી આપવાનું અધિકારીઓને કહ્યું છે. એવી ચર્ચા છે કે, સંતોષકારક જવાબ નહીં મળે તો ઈડી ભવનને જપ્ત કરી શકે છે.
કાર્યાલયનું નિર્માણ કરવા નાણાં ક્યાંથી આવ્યા? EDનો સવાલ
સૂત્રોના જણાવ્યા મુજબ, ઈડીએ કોંગ્રેસ પ્રભારી મહાસચિવ મલકીત ગૈદુને ચાર પ્રશ્નો પૂછી માહિતી માંગી છે. ઈડીએ પૂછ્યું છે કે, સુકમા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયનું નિર્માણ કરવા માટે નાણાં ક્યાંથી આવ્યા? શું પીસીસી દ્વારા નાણાં અપાયા છે કે નહીં? જો આવું હોય તો નાણાં ક્યારે અને કેવી રીતે અપાયા?
આ પણ વાંચો : અમે વધુ એક ભાષા યુદ્ધ માટે તૈયાર: તમિલનાડુ CM
અગાઉ રાયપુરના અનેક સ્થળે દરોડા પડાયા હતા
ઉલ્લેખનીય છે કે, 28 ડિસેમ્બરે રાયપુર સ્થિત ધરમપુર સ્થિત ઈડીના પૂર્વ એક્સાઈ મંત્રી કવાસી લખમાના નિવાસસ્થાને દરોડો પડાયો હતો. આ દરમિયાન મંત્રીના કારને ઘરમાંથી બહાર કાઢી તપાસ કરાઈ હતી. કવાસીની નજીકના કહેવાતા સુશીલ ઓઝા અને સુકમામાં લખમાના પુત્ર હરીશ લખમા અને રાજૂ સાહુના ઘરે પણ કાર્યવાહી કરાઈ હતી.
દરોડા બાદ કવાસી લખામે કહ્યું હતું કે, કૌભાંડ થયું છે કે નહીં, તે અંગે મારી પાસે કોઈ માહિતી નથી. હું અભણ છું. અધિકારીઓએ મને જ્યાં સહી કરવાનું કહ્યું, મેં ત્યાં સહી કરી દીધી હતી. ઈડીએ લખમાની બે વખત આઠ-આઠ કલાક પૂછપરછ કરી હતી, ત્યારબાદ 15 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો : રેલવે સ્ટેશનો પર હશે મેટ્રો જેવી વ્યવસ્થા, મહાકુંભમાં સફળ રહ્યો પ્રયોગ