Get The App

હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે નિયમોનું ઉલ્લંઘન કર્યું, ચૂંટણી પંચે મોકલી નોટિસ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
BJP And ECI


ECI notice to BJP Haryana : ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા પર વિચાર કરી રહી છે. આ દરમિયાન પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ ભાજપને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપે ECI માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં ભાજપને ECIની નોટિસનો આવતી કાલ (29 ઑગસ્ટ) સાંજના છ વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

ECI માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતાં ભાજપને નોટિસ ફટકારવામાં આવી

મીડિયા અહેવાત પ્રમાણે, ભારતના ચૂંટણી પંચ દ્વારા હરિયાણા ભાજપના હેન્ડલ દ્વારા 'X' પર કરવામાં આવેલી પોસ્ટને ગંભીરતાથી લેવામાં આવી છે. આ પોસ્ટમાં ચૂંટણીના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપે ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ અને પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી ECI માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચો : મુસ્લિમો અંગે વિવાદીત નિવેદન કરનાર આસામના CMની મુશ્કેલી વધી, 18 વિપક્ષોએ નોંધાવી પોલીસ ફરિયાદ

આવતી કાલ સુધીમાં ભાજપને ECIની નોટિસનો જવાબ આપવો પડશે

સીઈઓ હરિયાણા દ્વારા તત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે ભાજપ હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ કારણ બતાવવા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ભાજપે ECIની નોટિસનો આવતી કાલ (29 ઑગસ્ટ) સાંજના છ વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

 90 બેઠકો પર ઓક્ટોબરમાં મતદાન શરૂ થશે, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી 

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો પર એક સાથે ઓક્ટોબર મહિનામાં મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. અહીં, ગુરુગ્રામમાં રાજ્ય સ્તરીય ચૂંટણી સમિતિની બેઠક પછી, ભાજપ હવે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. મળતી માહિતી પ્રમાણે આવતી કાલે (29 ઑગસ્ટે) ભાજપના ઉમેદવારોની યાદી બહાર આવી શકે છે.

ભાજપ અને ઈનેલોની ચૂંટણીની તારીખ બદલવાની માંગ

ભાજપ અને ઈન્ડિયન નેશનલ લોકદળે (ઈનેલો) હરિયાણાની ચૂંટણીની તારીખ બદલવાની માંગને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેવામાં 27 ઑગસ્ટે ચૂંટણી પંચની મળેલી બેઠકમાં આગામી 25 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબરની નવી તારીખો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી નવી તારીખોને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારેજ્યારે 4 ઓક્ટોબરે મતગણતરીનો દિવસ નક્કિ છે.

JJP અને ભાજપનું ગઠબંધન વર્ષ 2024માં તૂટ્યું

વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 90 બેઠકોમાંથી 40 બેઠકો મળી હતી. જો કે, બહુમતી માટે 45 બેઠકોની આવશ્યક્તા હતી. આ દરમિયાન ભાજપે 10 બેઠકો જીતનાર જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે મળીને સરકાર બનાવી હતી. જેમાં મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી અને દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી સીએમ બન્યા હતા. આ પછી JJP અને ભાજપનું ગઠબંધન વર્ષ 2024માં તૂટી જતાં ભાજપે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે નિયમોનું ઉલ્લંઘન કર્યું, ચૂંટણી પંચે મોકલી નોટિસ 2 - image


Google NewsGoogle News