Get The App

ચૂંટણી પંચે પોલિંગ કર્મીઓને બૂથ સુધી પહોંચાડવા ઘણાં રાજ્યોમાં હાથી, હેલિકોપ્ટર, બોટની વ્યવસ્થા કરી

છત્તીસગઢ-ઝારખંડના 200થી વધુ બૂથ માટે હેલિકોપ્ટર...

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પંચે પોલિંગ કર્મીઓને બૂથ સુધી પહોંચાડવા ઘણાં રાજ્યોમાં હાથી, હેલિકોપ્ટર, બોટની વ્યવસ્થા કરી 1 - image

image : IANS



Lok Sabha Elections 2024 | ચૂંટણી પંચ તમામ મતદારો સુધી પહોંચવા માટે શક્ય તમામ પ્રયત્નો કરે છે. ચૂંટણી પંચનો એક જ લક્ષ્ય હોય છે કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા મતદારો સુધી પહોંચવામાં આવે પછી ભલે તે વિસ્તારના મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી હોય.

ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં પોલિંગ કર્મચારીઓને પહોંચાડવા માટે મોટા પાયે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. છત્તીસગઢ અને ઝારખંડના ૧૨થી વધુ જિલ્લાઓના ૨૦૦થી વધારે બૂથો પર પોલિંગ કર્મચારીઓને પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે.

ચૂંટણી પંચ આ સાથે જ પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ તથા પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પોલિંગ કર્મચારીઓને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા માટે હાથીઓની સેવા લેશે.

એકલા પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાના ૧૭૦ બૂથો પર પોલિંગ કર્મચારીઓને હાથીઓ દ્વારા પહોંચાડવામાં આવશે કારણકે ત્યાં જવા માટે જંગલમાંથી પસાર થવું પડે છ અને અવરજવર માટે હાથી સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. આ માટે વન વિભાગને વિશેષ તૈયારીના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા સહિતના ૧૨ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં મતદાન કર્મચારીઓને મતદાન મથકો સુધી પહોંચાડવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી પંચે પોલિંગ કર્મીઓને બૂથ સુધી પહોંચાડવા ઘણાં રાજ્યોમાં હાથી, હેલિકોપ્ટર, બોટની વ્યવસ્થા કરી 2 - image



Google NewsGoogle News