VIDEO : 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી જમ્મુ-કાશ્મીરની ધરતી ધ્રૂજી
Earthquake In Jammu and Kashmir : જમ્મુ કાશ્મીરમાં આજે શુક્રવારની રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. સિસ્મોલોજી અનુસાર, બારામુલામાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા રાતના 9:06 મિનિટ પર અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ હોવાની જાણકારી મળી નથી. લોકો ઘરમાં હતા એ સમયે ભૂકંપ આવતા લોકોમાં ભયમાં માહોલ છવાયો હતો. જેમાં અમુક લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરના વિસ્તારમાં જણાયું હતું.
જમ્મુ કાશ્મીર 4.1ની તીવ્રતાનો ભૂકંપ
જમ્મુ કાશ્મીરના બારામુલામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, થોડી સેકન્ડ માટે જોરદાર આંચકા આવે છે. કેટલાક લોકોના બૂમો પાડવાનો અવાજ પણ સંભળાય છે.
અગાઉ પણ જમ્મુ કાશ્મીરના ડોડામાં 20 ઓક્ટોબરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે 19-20 ઓક્ટોબર વચ્ચે બીજી વખત ભૂકંપ આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા જણાય હતી. 19 નવેમ્બરે ડોડામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચિનાબા ખીણમાં સાંજે લગભગ 6:15 કલાકે જોરદાર આંચકા અનુભવાયા હતા. 13 ઓક્ટોબરે પણ ડોડામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.