Get The App

પ્રદૂષણ સામે ઝઝૂમતી દિલ્હીમાં વધુ એક આફત, દિવાળીની તૈયારીઓ વચ્ચે ધરા ધ્રૂજી, લોકો ફફડી ઊઠ્યાં

ભૂકંપની તીવ્રતા 2.6 મપાઈ હતી

લોકો ભયને લીધે ઘરની બહાર દોડી આવ્યા

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
પ્રદૂષણ સામે ઝઝૂમતી દિલ્હીમાં વધુ એક આફત, દિવાળીની તૈયારીઓ વચ્ચે ધરા ધ્રૂજી, લોકો ફફડી ઊઠ્યાં 1 - image


Delhi Earthquack | દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી. 

લોકોમાં ભયનો માહોલ 

માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આંચકો એવો હતો કે લોકો ડરને લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ આવ્યા નથી. 

દિલ્હીમાં અગાઉ પણ આવ્યો હતો ભારે ભૂકંપ 

ઉલ્લેખનીય છે કે અગાઉ 6 નવેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ત્યારે નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લા સુધી ભૂકંપની અસર જોવા મળી હતી. 

પ્રદૂષણ સામે ઝઝૂમતી દિલ્હીમાં વધુ એક આફત, દિવાળીની તૈયારીઓ વચ્ચે ધરા ધ્રૂજી, લોકો ફફડી ઊઠ્યાં 2 - image

=



Google NewsGoogle News