એક જ દિવસમાં ચાર વખત ધરાધ્રૂજી, દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ભૂકંપના મોટા આંચકા અનુભવાયા

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું

ભૂકંપના આંચકાથી લોકો પોતોના ઘર-ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
એક જ દિવસમાં ચાર વખત ધરાધ્રૂજી, દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ભૂકંપના મોટા આંચકા અનુભવાયા 1 - image


Earthquake in Delhi NCR : દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં મંગળવારે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા ભયંકર હતા કે લોકો ઘર અને ઓફિસોથી બહાર દોડી આવ્યા હતા. મંગળવારે એક-બે નહીં ચાર ભૂકંપ આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં હતું. જે ભૂંકપના આંચકા અનુભવાયા તે અડધા કલાકમાં બીજી વખત આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે દિલ્હી, ઉત્તરાખંડ સિવાય નેપાળમાં પણ આંચકા અનુભવાયા. નેપાળમાં તો ભૂંકપના કારણે કેટલાક ઘરોની દિવાલો પણ ધરાશાયી થઈ હોવાના સમાચાર છે.

દેશમાં આજે ચાર વખત આવ્યો ભૂંકપ

ભૂંકપની માહિતી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપનો પહેલો આંચકો મંગળવારે સવારે 11:06 વાગ્યે આવ્યો હતો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.7 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું સોનીપત હતું.

ત્યારબાદ બીજો ભૂકંપ બપોરે 1:18 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 મપાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર ભારતના આસામનું કાર્બી આંગલોંગ હતું.

ત્રીજો આંચકો બપોરે 2.25 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. જ્યારે ચોથો ભૂકંપ 2.51 કલાકે આવ્યો હતો જેની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું.

ગઈકાલે પુર્વોતર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

ગઈકાલે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.

  એક જ દિવસમાં ચાર વખત ધરાધ્રૂજી, દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ભૂકંપના મોટા આંચકા અનુભવાયા 2 - image



Google NewsGoogle News