Get The App

નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ: દિલ્હીથી લઈને બિહાર-બંગાળ સુધી અનુભવાયા આંચકા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
earthquake in India


Earthquake in Nepal, Tremors Felt In India : ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આટલું જ નહીં તિબેટમાં પણ ભૂકંપના આંચકા આવ્યા, અહીં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધવામાં આવી હતી. 

નેપાળમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા: 

લોકોના જીવ પડીકે બંધાયા 

નેપાળ સરકાર અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7ની નોંધાઈ છે. વહેલી સવારે 6.35 વાગ્યે આવેલા ભૂકંપના કારણે સમગ્ર નેપાળની ધરા ધણધણી ઉઠી હતી. જ્યારે લોકો ઊંઘમાંથી ઊઠવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આંચકા આવતા જીવ પડીકે બંધાયા હતા. નેપાળના પાટનગર કાઠમાંડુંમાં પણ લોકો બૂમો પાડીને ઘરોની બહાર આવી ગયા હતા. જોકે અત્યાર સુધી કોઈ પણ જાનમાલના નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી. 

બિહારમાં પણ આંચકા આવ્યા:
નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા. બિહાર અને બંગાળમાં 10થી વધુ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. 

સાત જાન્યુઆરીનો કાળો ઈતિહાસ 

નોંધનીય છે કે સાતમી જાન્યુઆરીએ જ અમેરિકા અને જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. 20 વર્ષ અગાઉ 1995માં જાપાનમાં સાતમી જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં છ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય 1994માં અમેરિકામાં સાતમી જાન્યુઆરીએ જ ભૂકંપ આવ્યો હતો, જેમાં 57 લોકોના મોત થયા હતા.


Google NewsGoogle News