Get The App

લદાખમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ નુકસાન નહીં

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
લદાખમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ નુકસાન નહીં 1 - image


Earthquake in Ladakh: આજે (18 ડિસેમ્બર) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે આ વિસ્તારના લોકો ડરીને ઘરની બહાર દોડી ગયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. લદાખ જેવા સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં ધરતીકંપ નવી વાત નથી. આ પ્રદેશ હિમાલયની ટેકટોનિક પ્લેટો પર આવેલો છે, જ્યાં હળવા અને મધ્યમ ધરતીકંપો વારંવાર નોંધાય છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લેહ-લદાખ ક્ષેત્રમાં પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપ સાંજે 4:23 કલાકે નોંધાયો હતો.



Google NewsGoogle News