જમ્મુ-કાશ્મીરમાં ધરા ધ્રુજી: કિશ્તવાડમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
- કિશ્તવાડ જિલ્લામાં આ અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
કિશ્તવાડ, તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
Earthquake In Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે ફરી એક વખત ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી છે. કિશ્તવાડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી છે. જોકે, હજુ સુધીમાં આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી મળ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પોતાની X પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આજે સવારે 8:53 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી છે.
An earthquake with a magnitude of 3.6 on the Richter Scale hit Kishtwar, Jammu & Kashmir today at 8:53 am: National Centre for Seismology pic.twitter.com/VX7wY98WSB
— ANI (@ANI) January 16, 2024
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
કિશ્તવાડ જિલ્લામાં આ અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની જાણકારી આપી હતી.