Get The App

તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ, મંડીમાં 3.4ની તીવ્રતાનો આંચકો, કોઈ નુકસાન નહીં

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ, મંડીમાં 3.4ની તીવ્રતાનો આંચકો, કોઈ નુકસાન નહીં 1 - image

Earthquake In Himachal Pradesh: ચીનના તિબેટમાં વહેલી સવારથી એક-પછી એક એમ 14થી વધુ ભૂકંપના આંચકાઓએ તારાજી સર્જ્યા બાદ હિમાચલ પ્રદેશના મંડીમાં સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે 5.14 વાગ્યા આસપાસ 3.4ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર પાંચ કિ.મી નીચે હતું. જો કે, આ આંચકાના લીધે હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નથી.

હિમાચલ પ્રદેશના જિઓગ્રાફિકલ કંડિશન અનુસાર, ભૂકંપ સિસ્મિક ઝોન ચાર અને પાંચમાં આવ્યો હતો. મંડી, ચાંબા, કાંગડા, લાહોલ, અને કુલ્લૂમાં ભૂકંપનો અનુભવ થયો હતો. 

આ પણ વાંચોઃ તિબેટમાં તારાજી, 95થી વધુ લોકોના મોત: છ કલાકમાં 14 વખત આવ્યો ભૂકંપ, ઈમારતો ધરાશાયી


દર વર્ષે 20થી 30 ભૂકંપના આંચકા

હિમાચલમાં ભૂકંપનું જોખમ રહેતું જ હોય છે. અહીં સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તાર ઝોન-5 છે. જ્યાં દર વર્ષે સરેરાશ 20થી 30 ભૂકંપ નોંધાતા હોય છે. તેમાં પણ શિયાળામાં ભૂકંપની ઘટના વધી જાય છે. 2023ની શરુઆતમાં 14 જાન્યુઆરીએ ધર્મશાળામાં ભૂકંપ આવ્યો હતો, 2021માં ચંબા જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

તિબેટમાં ભૂકંપથી 100 લોકોના મોત

તિબેટમાં છેલ્લા છ કલાકમાં કુલ 14 ભૂકંપના આંચકા આવતાં અંદાજે 100 લોકોના મોત થયા છે. 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ચીનના તિબેટમાં સતત ધરા ધ્રુજી રહી છે. વહેલી સવારે 5.41 વાગ્યે 4.2ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો, બાદમાં બીજો ભૂકંપ 7.1 તીવ્રતાનો હતો. દર મિનિટે ભૂકંપના નાના-મોટા આંચકાઓ આવી રહ્યા છે. નેપાળના કાઠમંડુમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત બન્યા હતા. સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં જ ઓછામાં ઓછા છ વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા.

તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ, મંડીમાં 3.4ની તીવ્રતાનો આંચકો, કોઈ નુકસાન નહીં 2 - image


Google NewsGoogle News