શું ચંદ્રગ્રહણના કારણે આવ્યો ભૂકંપ? અયોધ્યાના પુજારીએ કરી હતી ભવિષ્યવાણી! જાણો શું છે કનેક્શન

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
શું ચંદ્રગ્રહણના કારણે આવ્યો ભૂકંપ? અયોધ્યાના પુજારીએ કરી હતી ભવિષ્યવાણી! જાણો શું છે કનેક્શન 1 - image


Image Source: Twitter

- ચંદ્રગ્રહણ જળ અને સમુદ્રને પ્રભાવિત કરે છે

લખનૌ, તા. 04 નવેમ્બર 2023, શનિવાર

Chandra Grahan And Earthquack Connection: એક અઠવાડિયા અગાઉ વર્ષ 2023નું અંતિમ ચંદ્ર ગ્રહણ લાગ્યુ હતું. આ દિવસે અયોધ્યામાં શ્રીરામજન્મ ભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ચંદ્ર ગ્રહણના કારણે દેશ અને દુનિયામાં ભૂકંપ અને તૂફાન આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. ગઈ કાલે જ્યારે મોડી રાત્રે ભૂકંપ આવ્યો તો લોકો આ ભવિષ્યવાણીને યાદ કરીને એક બીજાને પૂછવા લાગ્યા કે, શું ચંદ્ર ગ્રહણ અને ભૂકંપ વચ્ચે કોઈ કનેક્શન છે?

આચાર્ય સત્યેન્દ્ર દાસે ચંદ્રગ્રહણના દિવસે ચેતવ્યા હતા કે, ચંદ્રગ્રહણ થવાના કારણે તેનો પ્રભાવ વિવિધ રાશિઓ પર પડે છે. તે કેટલાક પર હકારાત્મક પ્રભાવ તો કેટલાક પર નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યોતિષાચાર્ય પંડિત નરેન્દ્ર ઉપાધ્યાયએ જણાવ્યું કે, ચંદ્રગ્રહણ બાદ ભૂકંપ આવવાની સંભાવના છે. ચંદ્ર એ જળનું તત્વ છે. ચંદ્રગ્રહણ જળ અને સમુદ્રને પ્રભાવિત કરે છે.

પૃથ્વીની નીચે તરલ પદાર્થ છે જેમાં મોટાભાગે પાણી હોય છે. ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. જેના કારણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સમુદ્રની ભરતીને અસર કરે છે અને ભૂકંપનો ખતરો વધી જાય છે. અગાઉ પણ ચંદ્રગ્રહણ સમયે ભૂકંપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ચંદ્રગ્રહણ બાદ ભૂકંપ આવ્યો હતો.

મોડી રાત્રે ધરા ધ્રુજી

ગઈ કાલે મોડી રાત્રે યુપી, દિલ્હી-એનસીઆર, બિહાર અને ઉત્તરાખંડ સહિત દેશના અનેક હિસ્સામાં ભૂકંપના તેજ આંચકાના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.4 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. લોકોએ ભૂકંપના બે થી ત્રણ આંચકા અનુભવ્યા હતા. 



Google NewsGoogle News