Get The App

'માત્ર અઢી વર્ષ માટે બનાવીશું મંત્રી...', કેબિનેટની રચના પહેલા રેલીમાં અજિત પવારનું એલાન

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
'માત્ર અઢી વર્ષ માટે બનાવીશું મંત્રી...', કેબિનેટની રચના પહેલા રેલીમાં અજિત પવારનું એલાન 1 - image


Maharashtra Mahayuti Cabinet Expansion: મહારાષ્ટ્રના નાગપુરમાં NCPની રેલીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એલાન કર્યું છે કે, મહાયુતિ કેબિનેટના મંત્રીઓને અઢી વર્ષની ટર્મ માટે શપથ અપાવવામાં આવશે. મહાયુતિમાં તેને લઈને સહમતિ બની ચૂકી છે. કેટલાક મંત્રીઓ આજે શપથ લેવાના છે. 

મહાયુતિમાં સામેલ પક્ષોમાં આજે સવારથી જ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું હતું. ત્રણેય પક્ષ (ભાજપ, NCP (અજિત પવાર) શિવસેના (શિંદે)ના ધારાસભ્ય મંત્રીમંડળમાં સાામેલ થવાને લઈને સતત મોટા નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. નવા મંત્રીમંડળમાં જગ્યા ન મળવાથી નારાજ ભુજબલ પાર્ટી આ સંમેલનથી દૂર રહી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનો કોયડો ઉકેલાયો! ભાજપ સહિત શિંદે-અજિત જૂથના નેતાઓને પણ કોલ આવ્યા

મંત્રીઓની યાદી પર નજર નાખીએ તો, NCPના કદાવર નેતા છગન ભુજબલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ બાબા અત્રામ, અનિલ પાટીલની જગ્યા ન આપવામાં આવી. શિવસેનામાં દીપક કેસરકર, તાનાજી સાવંત અને અબ્દુલ સત્તારને બહારનો રસ્તો બતાવી દેવાયો છે. ભાજપમાં સીનિયર નેતા સુધીર મુનગંટીવાર, સુરેશ ખાડે અને વિજય કુમાર ગાવિતને મોકો ન મળી શક્યો. પરંતુ અજિત પવારની જાહેરાત બાદ કદાચ આ નેતાઓ ક્યાંક ખુશી અને ક્યાંક નારાજગી જેવો માહોલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ભાજપનો મોટો પ્લાન ફેલ કરવાની તૈયારીમાં NDA સહયોગી, આ મુદ્દે બન્યો માથાનો દુઃખાવો!

પવારે કહ્યું કે, 'અઢી વર્ષના મંત્રી તરીકે જવાબદારી નિભાવ્યા બાદ તમામ જિલ્લા અને વિભાગને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળશે. કેટલાક મંત્રીઓનો કાર્યકાળ અઢી વર્ષનો હોવાના કારણે આગામી અઢી વર્ષ વધુ મંત્રી બન્યા રહેવાને લઈને તેમને સારું પરફોર્મ કરવું પડશે.'


Google NewsGoogle News