રામ મંદિર ચુકાદા અંગે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ટિપ્પણી, કહ્યું- 'સંઘર્ષના લાંબા ઈતિહાસને ધ્યાનમાં રાખીને...'

ચુકાદો લખનાર જજનું નામ નહીં લખવાનો નિર્ણય પણ સર્વસંમતિથી લેવાયો હતો

SCએ 2019માં હિન્દુઓને વિવાદાસ્પદ જમીન અને મુસ્લિમોને વૈકલ્પિક જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
રામ મંદિર ચુકાદા અંગે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ટિપ્પણી, કહ્યું- 'સંઘર્ષના લાંબા ઈતિહાસને ધ્યાનમાં રાખીને...' 1 - image

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2024, સોમવાર

CJI Dy Chandrachud Says Judges In Ayodhya Case : દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે (CJI Dy Chandrachud) રામ મંદિર (Ram Temple) મુદ્દે કરાયેલ નિર્ણય અંગે નવા વર્ષે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ન્યાયાધીશોએ સર્વસંમત્તિથી અયોધ્યા મામલે (Ayodhya Case) નિર્ણય લીધો હતો કે, નિર્ણય કોણે લખ્યો, તેનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં સીજેઆઈએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે (Supreme Court) લાંબા સંઘર્ષના ઈતિહાસ અને વિવિધ દ્રષ્ટિકોણને ધ્યાને રાખી અયોધ્યા કેસમાં એક સ્વરે ચુકાદો સંભળાવવાનો નિર્ણય લીધો હતો.’

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં શું કહ્યું હતું ?

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર-2019ના રોજ અયોધ્યાના રામ મંદિર કેસનો ચુકાદો આપ્યો હતો. પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ (Ranjan Gogoi)ની અધ્યક્ષતા હેઠળની વિશેષ ખંડપીઠ (જેમાં ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, ડી.વાય.ચંદ્રચુડ (હવે સીજેઆઈ), અશોક ભૂષણ અને અબ્દુલ નજીર)એ સર્વસંમત્તિથી ચુકાદો સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું હતું ?

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સરકારને 3 મહિનામાં મંદિરનું નિર્માણ કરી એક ટ્રસ્ટ બનાવવા, મંદિર નિર્માણની યોજના બનાવવા અને સંપત્તિ વ્યવસ્થાપન કરવાનો નિર્દેસ આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે, 2.77 એકરની વિવાદાસ્પદ ભૂમિ હિન્દુઓને મલશે. જમીનનો કબજો દાવા હેઠળ મિલકતના સરકારી વ્યવસ્થાપન પાસે રહેશે. મુસ્લિમોને અન્ય સ્થળે 5 એકરની વૈકલ્પિક જમીન આપવાનો ચુકાદો અપાયો હતો. ત્યારબાદ 5 ઓગસ્ટ-2022ના રોજ રામ મંદિરનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), RSS સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને સાધુ-સંતો સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News