Get The App

ચૂંટણી ટાણે કદાવર નેતાને ઝટકો, ભાજપને 4 વર્ષ સાથ આપવાનું મળ્યું ઈનામ? પાર્ટીમાં થયો બળવો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
dushyant Chautala

Image: IANS



Three JJP MLA Joins BJP Ahead Of Hariyana Assembly Election: હરિયાણામાં 5 ઓક્ટોબરે 90 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં જ અનેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં હરિયાણાના શાસક પક્ષના સમર્થનમાં ચાર વર્ષ સાથ નિભાવ્યા બાદ અલગ પડેલાં જેજેપી નેતાને છૂટા પડવાના નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જેજેપી પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યો અનૂપ ધનક, રામ કુમાર ગૌતમ અને જોગી રામ સિહાગ રવિવારે જીંદમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયા હતા.

જેજેપીના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ વધુ અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાવાના હોવાની અટકળોના પગલે વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ મજબૂત થશે. અંબાલાના  મહાપોર શક્તિ રાની શર્મા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી અને પક્ષના રાજ્ય બાબતોના કો-ઈન્ચાર્જ બિપ્લબ કુમાર દેબએ જીંદમાં આયોજિત ભાજપની રેલીમાં તેમનું સ્વાગત કર્યું. શક્તિ રાની શર્મા પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માની પત્ની છે.

આ ધારાસભ્યોનું ભાજપે સ્વાગત કર્યું

વિનોદ શર્મા પુત્ર અને રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કાર્તિકેય શર્મા પણ જીંદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ધનક, ગૌતમ અને સિહાગ જેજેપીના ધારાસભ્ય હતા પરંતુ થોડા દિવસો પહેલા જ પક્ષ છોડી દીધો હતો. અન્ય એક જેજેપી ધારાસભ્ય રામ નિવાસ સુરજેખેડા પણ જોવા મળી રહ્યા નથી. જેમની સામે જીંદ પોલીસે તાજેતરમાં બળાત્કારનો કેસ નોંધ્યો હતો. તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હોવા છતાં તેઓ રેલીમાં આવ્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે પક્ષ હાલમાં તેમને સ્વીકારવાનું ટાળી રહી છે કારણ કે તેમની સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મણિપુરમાં ડ્રોન વડે બોમ્બમારો....? લેટેસ્ટ હિંસામાં ચોંકાવનારા ટ્રેન્ડથી સરકાર-પોલીસ ટેન્શનમાં

ટિકિટની શરતે ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયેલા ત્રણેય ધારાસભ્યોને ટિકિટ જોઈએ છે. તેઓએ રાજ્યસભાની ચૂંટણીમાં પણ ભાજપને સમર્થન આપ્યું હતું. આ સિવાય તે સતત દુષ્યંત ચૌટાલા પર નિશાન સાધતા નિવેદનો આપી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઘણા મહિનાઓથી માનવામાં આવી રહ્યું હતું કે આ લોકો દુષ્યંત ચૌટાલાને છોડી દેશે.

દુષ્યંત ચૌટાલાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

દુષ્યંત ચૌટાલા ભાજપ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન લગભગ આખો સમય સરકારનો હિસ્સો રહ્યા હતા. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ અલગ થઈ ગયા હતા. તેમનું માનવું હતું કે આનાથી તેમને લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે, પરંતુ ખાતું ખોલવામાં પણ સફળ રહ્યા ન હતાં. આ ઉપરાંત ધારાસભ્યો પણ સતત વિદાય લઈ રહ્યા છે. અનુપ ધાનક ઉકલાણા બેઠક પર ભાજપ તરફથી ટિકિટની આશા રાખી રહ્યા છે. આ સિવાય રામકુમાર ગૌતમ જીંદની એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી ટાણે કદાવર નેતાને ઝટકો, ભાજપને 4 વર્ષ સાથ આપવાનું મળ્યું ઈનામ? પાર્ટીમાં થયો બળવો 2 - image


Google NewsGoogle News