Get The App

VIDEO | રામલીલામાં 'રામ' ની ભૂમિકા ભજવતી વખતે જ ઢળી પડ્યો કલાકાર, હાર્ટએટેકથી મોત

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
VIDEO | રામલીલામાં 'રામ' ની ભૂમિકા ભજવતી વખતે જ ઢળી પડ્યો કલાકાર, હાર્ટએટેકથી મોત 1 - image


Delhi Ramlila Actor Died On Stage: દિલ્હીના શાહદરા વિસ્તારના વિશ્વકર્મા નગરમાં રામલીલામાં ભગવાન રામનો રોલ ભજવી રહેલા એક કલાકારે હાર્ટ અટેક આવતાં મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો જાહેર થયો છે, જેમાં ભગવાન રામની ભૂમિકા ભજવતી વખતે કલાકાર સુશીલ કૌશિકને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. 

પ્રોપર્ટી ડીલરનું કામ કરતાં સુશીલ કૌશિક (ઉ.વ. 45) રામલીલામાં પણ અભિનય કરે છે. જાહેર થયેલા વીડિયોમાં સુશીલ કૌશિક મંચ પર ડાયલોગ બોલી રહ્યા હતા. તે સમયે અન્ય કલાકારો પર મંચ પર ઉપસ્થિત હતા. અચાનક તે પોતાના હ્યદય પર હાથ મૂકી મંચની પાછળ જતો રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, સુશીલને મંચ પર હાર્ટ અટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નીપજ્યું હતું.

VIDEO | રામલીલામાં 'રામ' ની ભૂમિકા ભજવતી વખતે જ ઢળી પડ્યો કલાકાર, હાર્ટએટેકથી મોત 2 - image


Google NewsGoogle News